Team Chabuk-National Desk: દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા આંકડા પરથી ખ્યાલ આવી રહ્યો છે કે દેશમાં કોરોના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. પરંતુ કોરોનાથી મૃત્યુ પામનારની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. જો કે કોરોનાના કારણે 4 હજારથી વધુ લોકોએ અંતિમ શ્વાસ લીધા છે.
વર્લ્ડોમીટર અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 81 હજાર કોરોનાના નવા કેસ નોંધાયા છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. જો કે મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,81,860 નવા કોરોનાના દર્દીઓ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 4092 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિતોનો આંકડો 2,49,64,925 પર પહોંચી ગયો છે. અત્યાર સુધી 2,11,67,609 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે ભારતમાં અત્યાર સુધી કુલ 2,74,411 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યા અનુસાર દેશમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. સાથે જ કોરોના સંક્રમણની ટકાવારી પણ 16.98 ટકા થઈ ગઈ છે. દેશમાં એક્ટિવ દર્દીઓની ટકાવારી 14.66 છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં 74.69 ટકા એક્ટિવ કેસ 10 રાજ્યમાં છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને છત્તીસગઢ સામેલ છે.
દિલ્હીમાં કોરોનાના નવા કેસ છેલ્લા કેટલાક દિવસથી સતત ઘટી રહ્યા છે. દિલ્હીમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6,456 નવા કેસ નોંધાયા હતા અને 262 લોકોના મોત થયા હતા. દિલ્હીમાં પોઝિટિવ દર્દીઓની ટકાવારી પણ ઘટીને 10.40 ટકા થઈ ગઈ છે. દિલ્હીમાં હાલ 62700થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
મહારાષ્ટ્રમાં પણ દૈનિક કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ મૃતકોની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો નોંધાયો નથી જે ચિંતાજનક છે. મહારાષ્ટ્રમાં રવિવારે છેલ્લા 24 કલાકમાં 34,389 નવા કોરોનાના કેસ નોંધાયા હતા અને એક દિવસમાં 974 લોકોના મોત થયા હતા. મુંબઈમાં કોરોનાના 1544 નવા કેસ નોંધાયા હતા અને 60 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં હાલ 4 લાખ 69 હજારથી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે.
ઉત્તર પ્રદેશમાં પણ ગઈકાલે 10,682 કોરોનાના કેસ નોંધાયા હતા અને 24,837 દર્દીઓ સ્વસ્થ થયા હતા. ઉત્તર પ્રદેશમાં એક જ દિવસમાં 311 લોકોના કોરોનાના કારણે મોત થયા હતા. હાલ ઉત્તર પ્રદેશમાં 1.63 લાખ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
એક તરફ કોરોનાના કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે તેમ છતાં ઘણા રાજ્યમાં લોકડાઉન લંબાવાયું છે. હરિયાણામાં લાગુ થયેલા લોકડાઉનને એક અઠવાડિયું વધારી દેવામાં આવ્યું છે. જેથી હરિયાણામાં 24 મે સુધી લોકડાઉન લાગુ રહેશે. પંજાબમાં પણ કડક નિયમોનું અમલીકરણ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રાજ્યમાં લોકડાઉન એક અઠવાડિયું વધારવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં 24 મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં પણ કોરોના કર્ફ્યૂ 24 મે સુધી વધારી દીધું છે. ઝારખંડમાં પણ લોકડાઉન જેવા કડક નિયમો 27 મે સુધી લાગુ રહેશે. છત્તીસગઢમાં પણ સરકારે લોકડાઉન 31 મે સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળમાં પણ રાજ્ય સરકાર દ્વારા 16 મેથી 30 મે સુધી સંપૂર્ણ લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. બિહારમાં પણ લોકડાઉન 25 મે સુધી લંબાવાયું છે. રાજસ્થાનમાં પણ 24 મે સુધી લોકડાઉન રહેશે. ઓરિસ્સામાં પણ 19 મે સુધીનું લોકડાઉન લાગુ છે. ગોવામાં પણ 24 મે સુધી કર્ફ્યૂ લગાવી દેવાયો છે. તમિલનાડુમાં 24 મે સુધી લોકડાઉન લાગુ છે અને પુડ્ડુચેરીમાં પણ 24 મે સુધી લોકડાઉન લગાવી દેવાયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત