Team Chabuk-National Desk: યુરોપમાં કોરોના વાઈરસના નવા વેરિએન્ટે વધુ એક વખત ખલબલી મચાવી દીધી છે. મિડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોરોનાનો આ વેરિએન્ટ સૌથી પહેલા નેપાળમાં જોવા મળ્યો હતો. જેણે ધીમે ધીમે યુરોપને પણ પોતાની ઝપેટમાં લઈ લીધું છે. વૈજ્ઞાનિકોએ એ આશંકા જાહેર કરી છે કે નવા વેરિએન્ટ પર વેક્સિન પણ અસરકારક નથી.
નવો વેરિએન્ટ પોર્ટુગલમાં મળ્યો છે. જોકે બ્રિટન સરકારના વૈજ્ઞાનિક સલાહકાર સમૂહના એક અધિકારીએ જણાવ્યું કે વેરિએન્ટને લઈને વધારે ચિંતિત થવાની જરૂર નથી. પહેલાથી જ વાઈરસના હજ્જરો વેરિએન્ટ છે. આ એક એવો વાઈરસ છે જે હંમેશાં બદલતો રહે છે.
બ્રિટન ચિંતિત
વિયેતનામ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, કોરોનાનો એક ખૂબ જ ખતરનાક વેરિએન્ટ મળ્યો છે. આ વેરિએન્ટમાં ભારત અને બ્રિટનમાં મળેલા સ્ટ્રેનનો સમાવેશ થાય છે. જે ઝડપથી હવામાં ફેલાય રહ્યા છે. આ વેરિએન્ટ એટલો ખતરનાક છે કે વેક્સિન લેનારને પણ પોતાની ઝપેટમાં લઈ લે છે.
બ્રિટનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે જુલાઈ ઓગસ્ટમાં તેમના દેશમાંથી કોરોના પૂરી રીતે સમાપ્ત થઈ જશે. દેશમાં ટિકાકરણ અભિયાન જૂનના છેલ્લા દિવસોમાં પૂર્ણ કરી લેવામાં આવશે. બ્રિટનના પ્રધાનમંત્રીએ ઘણા દેશોમાંથી આવનારા યાત્રીઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે નવા વેરિએન્ટે વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો તો કરી જ દીધો છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ઈન્ડિયન વેરિએન્ટનું નામ ડેલ્ટા આપ્યું
એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં કોરોનાની બીજી લહેરે જે પ્રકોપ વર્તાવ્યો તેને ભૂલાવવું ખૂબ જ મુશ્કેલ છે. ધીમે ધીમે તેની ગતિ મંદ પડી ગઈ છે. વૈજ્ઞાનિકોનું વેરિએન્ટ વિષે કહેવું છે કે કોરોના વાઈરસ ઝડપથી પોતાનું સ્વરૂપ બદલી લે છે. જેના કારણે તેને અસંખ્ય નામ મળ્યા છે. જેમ કે યુકે વેરિએન્ટ, ઈન્ડિયન વેરિએન્ટ, આફ્રિકી વેરિએન્ટ અને હવે નેપાળ વેરિએન્ટનો પણ તેમાં સમાવેશ થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ઈન્ડિયન વેરિએન્ટનું નામ ડેલ્ટા રાખ્યું છે.
જોકે WHOએ આમાં ભારતનું નામ લીધું નથી. થોડા દિવસો પૂર્વે ભારત સરકારે ઈન્ડિયન વેરિએન્ટને લઈને આપત્તિ વ્યક્ત કરી હતી. સરકારે સોશિયલ મિડિયાને લઈને એડવાઈઝરી જાહેર કરીને આ સંબંધિત કન્ટેન્ટ હટાવવાનું કહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત