Homeગામનાં ચોરેઈનક્રેડિબલ ઈન્ડિયા: કોરોનાથી બચાવવા ‘દેવપરીઓ’ આવ્યાની ખબરે ભીડ એકઠી કરી…

ઈનક્રેડિબલ ઈન્ડિયા: કોરોનાથી બચાવવા ‘દેવપરીઓ’ આવ્યાની ખબરે ભીડ એકઠી કરી…

Team Chabuk-National Desk: દોઢ વર્ષથી જગત પર પોતાનો પ્રકોપ વરસાવતી કોરોના મહામારીએ લોકોની જિંદગી તહેસ નહેસ કરી નાખી છે. શરૂઆતથી કોરોના નિયમોનું પાલન કરવાનું કહી દેવામાં આવ્યું છે. લોકો માસ્ક પહેરી રહ્યા છે. બે-બે માસ્ક પહેરી રહ્યા છે. સેનિટાઈઝરનો ઉપયોગ કરી રહ્યા છે. સતત હાથ ધોઈ રહ્યા છે.

વૈજ્ઞાનિકોએ દિવસ રાત એક કરી વેક્સિન બનાવી છે જેથી લોકોના શરીરમાં એન્ટીબોડી બને પણ એક એવી જગ્યા છે જ્યાં કંઈક અલગ જ મેચ ચાલી રહી છે. આ જગ્યા છે ‘અંધશ્રદ્ધા’નું મેદાન. ગૌ મૂત્ર પીવાથી કોરોના વાઈરસ નથી થતો એવી અફવાની વચ્ચે એક નવી અફવાએ લોકોના મગજને હચમચાવીને રાખી દીધું છે.

આ અફવા ફેલાય છે મધ્યપ્રદેશના રાજગઢમાં જ્યાં સોશિયલ ડિસ્ટન્સના નિયમોના ધજાગરા ઉડી ગયા છે. રાજલોકમાં અનલોક થતાની સાથે જ પરીઓનાં પાણીથી કોરોના ઠીક થવાની અફવા ઉડતા જ મંદિરની બહાર અસંખ્ય લોકોની ભીડ ઉમટી પડી હતી. ભીડમાં મહિલાઓ અને પુરુષોની ખૂબ મોટી સંખ્યા હતી. સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા અંધવિશ્વાસની ઝપેટમાં આવી ગયેલા લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા.

મધ્યપ્રદેશના ચાટૂખેડા ગામમાં અફવા ફેલાય કે બે મહિલાઓનાં શરીરમાં દેવપરીઓ આવી ગઈ છે. આ પરીઓના હાથેથી જે પાણીની બુંદ લેશે તેને કોરોના નહીં થાય. અફવા ફેલાતાની સાથે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં. હજ્જારોની સંખ્યામાં લોકો આવી ગયા અને આ વાતનું પાલન કરવા લાગ્યા. પોલીસ ભીડ એકઠી થતાં ઘટનાસ્થળ પર પહોંચી અને બંને મહિલાઓની ધરપકડ કરી હતી.

ઝારખંડમાં હવન

આ સિવાય ઝારખંડમાં એક મોટું ઉદાહરણ સામે આવ્યું. સ્થાનિક લોકોએ સંગઠનના કેટલાક કાર્યકર્તાઓની સાથે મળીને કોરોના વિનાશક હવનનું આયોજન કર્યું હતું. આ સમયે આશરે ત્રણ કલાક સુધી હવન અને પૂજા કરવામાં આવી હતી. મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રાંચીના બુડુંમાં એકલ અભિયાન દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

એકલ અભિયાનના પ્રમોદ સિંહે જણાવ્યું કે, યજ્ઞ હવનથી સંક્રમણ ફેલાવનારા વાઈરસનો નાશ થાય છે. આ રીતે કોરોનાના વાઈરસનો પણ નાશ થઈ જશે. અહીં મંદિરના પૂજારી મોહિત મુખર્જીએ જણાવ્યું કે ગીતાના સોળમાં અધ્યાયમાં 1056માં શ્લોકમાં યજ્ઞ હવન વિધાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં હવન યજ્ઞ કલ્યાણકારી રહેશે.

વેક્સિનનો ખૌફ

રાંચીમાં લોકો કોરોનાને નાથવા માટે હવન કરી રહ્યા હતા. તો મધ્યપ્રદેશના રાજગઢમાં વેક્સિન લેવાથી ડરી રહ્યા હતા. અહીં પ્રશાસનની તરફથી અલગ અલગ વિસ્તારોમાં વેક્સિનના પ્રત્યે જાગૃતતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જોકે ગામડાના લોકો પર તેની ખૂબ જ ઓછી અસર જોવા મળી રહી છે.

અહીંના બ્યાવરા વિસ્તારના મોઈ અને ખાનપુરા ગામમાં આ પ્રકારની ભ્રાન્તિ ફેલાયેલી છે કે વેક્સિન લાગ્યા પછી લોકોને તાવ આવી રહ્યો છે અથવા તો કોઈનું મૃત્યુ થઈ જાય છે. એવામાં લોકોએ વેક્સિનથી ફારગતિ લઈ લીધી છે. એક ગ્રામીણ મહિલાનું કહેવું છે કે, તેમના સમાજમાં વેક્સિન લગાવ્યા બાદ એક વૃદ્ધનું મૃત્યુ થઈ ગયું. ત્યારથી લોકો વેક્સિન નથી લગાવી રહ્યા.

આ વાત માત્ર ઉપરના રાજ્યો પૂરતી સિમિત નથી. દેશના ઘણા ભાગમાં વેક્સિનને લઈને મોટો ભ્રમ ફેલાયેલો છે. ગામડામાં લોકો સ્વાસ્થ્યકર્મીઓને ઘુસવા નથી દઈ રહ્યા. વેક્સિન પણ નથી લેતા અને ટેસ્ટિંગ પણ નથી કરાવી રહ્યા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments