Homeગામનાં ચોરેવેક્સિન આવી છતાં કોરોના વાયરસને જતાં આટલા વર્ષ લાગશે

વેક્સિન આવી છતાં કોરોના વાયરસને જતાં આટલા વર્ષ લાગશે

Team Chabuk International Desk: કોરોના વાયરસ અંગે એક ચોંકાવનારો દાવો કરાયો છે. દાવા મુજબ આપણે આગામી સાત વર્ષ સુધી કોરોના સાથે જ જીવવાનું છે. નવી ગણતરી અનુસાર  કોરોના વાયરસને સંપૂર્ણ નાબૂદ કરવામાં હજુ વધુ સાત વર્ષનો સમય લાગી શકે છે. વિશ્વભરમાં જે રીતે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તે મુજબ નિષ્ણાંતોએ આ મત રજૂ કર્યો છે.  બ્લૂમબર્ગ રસીકરણ કેલ્ક્યુલેટર અનુસાર ડોક્ટર એન્થોની ફાઉચી વૈશ્વિક હર્ડ ઈમ્યૂનિટીને 75 ટકાના અંદાજ પર પહોંચવામાં આટલો લાંબો સમય લાગશે. 

દુનિયામાં દરરોજ 40 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં અમેરિકાએ પોતાની જનસંખ્યાના 8.7 ટકા લોકોને રસી આપી દીધી છે. અમેરિકામાં દરરોજ સરેરાશ 13 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી રહી છે. ધીરે ધીરે લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

રસીકરણની રેસમાં અમેરિકા વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. દાવો એવો છે કે, 2022 સુધીમાં અમેરિકામાં મોટા ભાગના લોકોમાં હર્ડ ઈમ્યૂનિટી બની જશે. જો કે, આ વાત તેના પર નિર્ભર છે કે રસી કોરોનાના નવા પ્રકારમાં પણ અસરકારક છે કે નહીં. દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં કોરોનાનો નવો અને ઘાતક પ્રકાર મળી આવ્યો છે.

દરમિયાન ઇઝરાઇલમાં રસીકરણની ગતિને જોતા દુનિયાના તમામ દેશો આશ્ચર્યમાં છે. ઇઝરાયેલે દેશની વસતીના 58.5 ટકા લોકોનું રસીકરણ કરી દીધુ છે.  આવતા બે મહિનામાં જ તે હર્ડ ઈમ્યૂનિટીનીમાં સામેલ થઈ શકે છે. આ ઉપરાંત, આફ્રિકાના પૂર્વ ભાગમાં આવેલો એક નાનો ટાપુ સેશેલ્સ બીજા ક્રમે છે. અત્યાર સુધીમાં સેશેલ્સે વસતીના 38.6 ટકા લોકને રસી આપી દેવામાં આવી છે.

UAE યુકે અને બહેરીને પણ અમેરિકાને આ રેસમાં પાછળ છોડી દીધો છે. ત્રણેય દેશોએ તેમની વસતીના કુલ 11.8 ટકા લોકોને રસી આપી દીધી છે. યુકેમાં દરરોજ 4.38 લાખ લોકોને વેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

ભારત પણ રસીકરણની રેસમાં આગળ વધી રહ્યું છે. દેશમાં શુક્રવારે સાંજ સુધીમાં કુલ 53 લાખ લોકોને રસી આપી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે આ અંગે કહ્યું હતું કે, ભારતે 21 દિવસમાં 50 લાખ લોકોને રસીનો ડોઝ આપી દીધો છે. આટલી સંખ્યા સુધી પહોંચવાવામાં અમેરિકાને 24, બ્રિટનને 43 દિવસ લાગ્યા હતા. 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં 27  હજાર 862 લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.

ભારત માટે હાલ રાહતની વાત એ છે કે, દેશભરમાં બે વેક્સિન દ્વારા રસીકરણનું કામ ચાલી રહ્યું છે. દેશભરમાં ધીમે ધીમે દરરોજ નોંધાતા કોરોનાના કેસમાં પણ ધરખમ ઘટાડો થઈ રહ્યો છે. એક્ટિવ કેસ પણ હવે ઘટી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments