Homeગામનાં ચોરેકોરોના: જેમણે વેક્સિન લીધી હતી તેમના પણ મહામારીમાં કેમ મોત થયા?

કોરોના: જેમણે વેક્સિન લીધી હતી તેમના પણ મહામારીમાં કેમ મોત થયા?

Team Chabuk-National Desk: દિલ્હીમાં કોરોના સંક્રમણ અને દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે સંક્રમિતોના મોતનો સિલસિલો અટકાવાનું નામ નથી લઈ રહ્યો. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર જે લોકોએ વેક્સિન નથી લીધી કે જેમને પહેલાથી જ કોઈ રોગ છે તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે. આ વર્ગમાં મૃત્યુની ટકાવારી સિત્તેર ટકા નોંધાઈ છે. આ પ્રકારની સ્થિતિ ત્યારે છે જ્યારે દિલ્હીમાં ગત મહિને જ વેક્સિનના પ્રથમ ડોઝનું 100 ટકા ટીકાકરણ થઈ ચૂક્યું છે. એવામાં સ્વાસ્થ્ય વિશેષજ્ઞ પણ સવાલ ઊઠાવી રહ્યા છે કે જે દિલ્હીમાં પ્રથમ ડોઝનું 100 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યાં મોતના નવા કેસ ક્યાંથી સામે આવવા લાગ્યા?

જન સ્વાસ્થ્યના ડો. દિવ્યેન્દુ દાસનું કહેવું છે કે દિલ્હીમાં હાલ કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. આ લહેરના આંકડાઓને તપાસવામાં આવે તો અત્યાર સુધીમાં હોસ્પિટલોમાં 800 દરદીઓના મોત થઈ ચૂક્યા છે. જેમાં દરેક આયુવર્ગના લોકોનો સમાવેશ થાય છે. લહેર શરૂ થતા પહેલા જ દિલ્હી સરકારે એવો દાવો કર્યો હતો કે પ્રથમ ડોઝનું 100 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે 85 ટકા કરતા વધારે લોકોને બીજો ડોઝ પણ આપવામાં આવી ચૂક્યો છે. છતાં મૃત્યુઆંક ઓછો નથી થઈ રહ્યો. કોવિન વેબસાઈટમાંથી પ્રાપ્ત થયેલા આંકડાઓ અનુસાર દિલ્હીમાં અત્યાર સુધીમાં 2.96 કરોડથી વધારે લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં 1.70 કરોડની કુલ વયસ્ક વસતિને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. 1.23 કરોડ લોકો બીજા વેક્સિનના ડોઝને લઈ ટીકાકારણ પણ પૂર્ણ કરી ચૂક્યા છે.

દિલ્હી સ્વાસ્થ્ય વિભાગના ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે વેક્સિનેશન શરૂ થયું ત્યારે એક અનુમાનિત સંખ્યા લઈ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. વેક્સિનેશન પૂર્વે અનુમાન હતું કે રાજધાનીમાં 18 વર્ષ કે તેનાથી વધારે વય ધરાવતા લોકોની કુલ વસતિ 1.50 કરોડ હશે. વર્તમાન સમયે વેક્સિનેશન 1.70 કરોડથી વધારે લોકોનું થઈ ચૂક્યું છે. જેનાથી ખ્યાલ આવે છે કે દિલ્હીમાં હજુ પણ કેટલાય વયસ્કોને વેક્સિન નથી અપાઈ. જેમને જલ્દી જ વેક્સિન આપવી જોઈએ. હર ઘર દસ્તક અભિયાન દ્વારા વિભાગની ટીમો આવા લોકોની શોધ કરી રહી છે.

બીજી બાજુ દિલ્હી ડેથ ઓડિટ કમિટિના એક વરિષ્ઠ સભ્યએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણથી મૃત્યુ પામનારાઓમાં વેક્સિનેશન કરનારા પણ સામેલ છે. સાથે જ એ લોકો પણ છે જેમણે માત્ર એક ડોઝ લીધો હતો. એવામાં વેક્સિનેશન અને મોતને લઈ આંકડાઓના આધાર પર યથાયોગ્ય નિષ્કર્ષ નથી કાઢી શકાતું. દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન અનુસાર 30મી જાન્યુઆરીના રોજ રાજધાનીમાં 30 લોકોના સંક્રમણમાં મોત થયા. આ પૂવે 29 જાન્યુઆરીના રોજ 28, 28 જાન્યુઆરીના રોજ 34, 26 જાન્યુઆરીના રોજ 29, 25 જાન્યુઆરીના રોજ 24 અને 30 જાન્યુઆરીના રોજ દરદીઓનાં મોત થયા.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments