Team Chabuk-Special Desk: દેશમાં આઝાદી પહેલાથી કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આઝાદી પહેલા શરૂ કરવામાં આવેલી આ પરંપરામાં અત્યાર સુધીમાં ઘણો બદલાવ અને સુધાર આવ્યો છે. આજે 1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં નાણાકીય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરશે. કોરોનાથી ત્રસ્ત આમ જનતાને આ બજેટમાં શુ મળશે? એની ટૂંક સમયમાં ખબર પડી જશે. પરંતુ આ બજેટ પહેલા તમે ભાગ્યે સાંભળ્યું હોય કે જાણી હોય તેવી બાબતોને તમારી સમક્ષ રજૂ કરી છીએ.
- ભારતનું પહેલું બજેટ આઝાદી પહેલા 7 એપ્રિલ ૧૮૬૦માં રજુ થયું હતું. જેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના જેમ્સ વિલ્સને રજુ કર્યું હતું. જેમ્સ વિલ્સનને ભારતીય બજેટનો સ્થાપક પણ કહેવામાં આવે છે.
- સ્વતંત્ર ભારતનું પહેલું બજેટ નાણામંત્રી આર. શન્મુખ શેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ સાંજે 5 વાગે રજૂ કર્યું હતું. પરંતુ પૂર્ણ બજેટ ન હતું. આ માત્ર ભારતીય અર્થવ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. આમાં કોઈ નવો ટેક્સ લગાવવામાં આવ્યો ન હતો.
- 1947 થી લઇ અત્યાર સુધી દેશમાં 73 જનરલ બજેટ અને 14 અંતરીમ બજેટ રજૂ થયા છે
- બજેટની છાપકામની શરૂઆતની પ્રક્રિયા પૂર્વે હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવે છે.
- પહેલા બજેટનું પ્રિન્ટિંગ રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવતું હતું પરંતુ ૧૯૫૦માં બજેટ લીક થવાના કારણે પેઇન્ટિંગનું કામ સરકારી પ્રેસમાં મોકલી આપવામાં આવ્યું. ત્યારબાદ વર્ષ 1980થી નાણામંત્રાલયના બેઝમેન્ટના પ્રેસમાં જ બજેટનું પ્રિન્ટિંગ કરવામાં આવે છે
- મોરારજીભાઈ દેસાઈએ નાણામંત્રી તરીકે સૌથી વધુ 10 બજેટ રજૂ કર્યા છે. તેના પછી મોરારજી દેસાઈ વડાપ્રધાન પણ બન્યા. મોરારજીભાઈ દેસાઈ બાદ સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પી.ચિદમ્બરમના નામે છે તેમણે નવ વાર બજેટ રજૂ કર્યું છે.
- મનમોહનસિંહ દ્વારા વર્ષ ૧૯૯૨ ૧૯૯૩માં રજૂ કરવામાં આવેલ બજેટે દેશને નવી દિશા આપી. આ બજેટમાં આયાત ડ્યુટી 300 ટકાથી ઘટાડીને 50 ટકા કરવામાં આવી. 24 જુલાઈ, 1991માં રજૂ થયેલ બજેટમાં આયાત નિકાસની નીતિમાં મોટો બદલાવ કરવામાં આવ્યો.
- દેશનું બજેટ ૧૯૫૫ સુધી માત્ર અંગ્રેજી ભાષામાં રજૂ થતું હતું. પરંતુ નાણાકીય વર્ષ 1955માં બજેટ અંગ્રેજી અને હિન્દી ભાષામાં છપાવાની શરૂઆત થઈ.
- નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2020માં રજુ કરવામાં આવેલ બજેટમાં પણ સૌથી લાંબુ બજેટ હતું. આ બજેટ ૨.૪૦ કલાકનું હતું, જ્યારે એચ.એમ.પટેલે ૧૯૭૭માં અંતરીમ બજેટ રજૂ કર્યું તે સૌથી નાનું બજેટ ભાષણ હતું એટલે કે આ બજેટના ભાષણમાં માત્ર 800 શબ્દો જ હતા.
- 1999નું પહેલું જનરલ બજેટ સાંજે 5 વાગે રજૂ થતું હતું. પરંતુ ૧૯૯૯માં જસવંત સિંહે આ પરંપરામાં બદલાવ કરી સવારે 9 વાગે બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી.
- વર્ષ 2016-17 સુધી ફેબ્રુઆરી મહિનાની છેલ્લા દિવસે બજેટ રજૂ કરવામાં આવતું હતું પરંતુ વર્ષ 2017માં બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવાની પરંપરા શરૂ થઈ.
- વર્ષ 2017 સુધી રેલવે બજેટને અલગથી રજૂ કરવામાં આવતું હતું. એટલે કે ૯૨ વર્ષ સુધી રેલ બજેટ અલગથી રજૂ થતું હતું. પરંતુ મોદી સરકારે 2017માં રેલવે બજેટને જનરલ બજેટમાં સમાવી લીધું. ત્યારબાદ હવે એક જ બજેટ રજૂ કરવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
