Homeગામનાં ચોરેરોહિણી કોર્ટમાં ગેંગવોરઃ એક સમયે જેના પર 8 લાખનું ઈનામ હતું તે...

રોહિણી કોર્ટમાં ગેંગવોરઃ એક સમયે જેના પર 8 લાખનું ઈનામ હતું તે ગેંગસ્ટર ગોગી સહિત ત્રણના મોત

Team Chabuk-National: દિલ્લીના રોહિણી જિલ્લાની રોહિણી કોર્ટમાં ફરી એકવાર ગેંગવોર થઈ. જેમાં કુખ્યાત ગેંગસ્ટર જિતેન્દ્ર ઉર્ફે ગોગીની હત્યા થઈ ગઈ. બીજી તરફ સ્પેશિયલ સેલે બે હુમલાખોરોને ઠાર માર્યા છે. બપોરના સમયે ગોગીને કોર્ટમાં રજૂ કરવા લવાયો હતો આ સમયે જ વકીલના સ્વાંગમાં આવેલા બે હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કરી દીધુ હતું. બીજી તરફ જવાબી કાર્યવાહીમાં સ્પેશિય સેલના જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું જેમાં બંને હુમલાખોરનું મોત થયું હતું. દાવો છે કે, કોર્ટમાં કુલ 35થી 40 રાઉન્ડ ફાયરિંગ થયું હતું.

દિલ્લી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દિલ્લી પોલીસની સ્પેશિયલ સેલે જિતેન્દ્ર ઉર્ફે ગોગીની 2020માં ધરપકડ કરી હતી. કાઉન્ટર ઈન્ટેલિજેન્સ ટીમે ગોગીને ત્રણ સાગરિતો સાથે ગુરુગ્રામથી ઝડપી લીધો હતો. જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેના પર આઠ લાખ રૂપિયાનું ઈનામ પણ હતું.

ગોગી પર હત્યા, અપહરણ અને પોલીસ પર હુમલા સહિતના ગુનાઓમાં સામેલ હોવાનો દાવો કરાયો છે. ધરપકડ બાદ તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. શુક્રવારે ત્રીજી બટાલિયનની પોલીસઅને કાઉન્ટર ઈન્ટેલિજન્સનીટીમ તેને રોહિણી કોર્ટમાં લઈને પહોંચી હતી.ગોગીને બચાવવા માટે કાઉન્ટર ઈન્ટેલિજન્સની ટીમે હુમલાખોરો પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે કહ્યું, કે હુમલાખોરો વકીલના ડ્રેસમાં આવ્યા હતા જેથી તેને કોઈ ન રોકે. હાલ આ ઘટનામાં ઠાર મરાયેલા બંને વ્યક્તિની કોઈ ઓળખ થઈ શકી નથી.

rps baby world

પોલીસે જણાવ્યું કે, આ બનાવમાં ગોગીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. હાલ આ સમગ્ર મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસનું કહેવું છે કે, જીતેન્દ્ર ઉર્ફે ગોગી અને અલિપુરના તાજપુરિયામાં રહેતા સુનિલ ઉર્ફે ટિલ્લુ વચ્ચે અંદાજે એક દશકથી ગેંગવોર ચાલી રહી છે. દાવો છે કે આ ગેંગવોરમાં અત્યાર સુધીમાં કુલ 20 લોકોના મોત થઈ ચુક્યા છે. પોલીસ સૂત્રોનું માનવું છે કે, આ હત્યા પાછળ પણ સુનિલ ઉર્ફે ટિલ્લુ સામેલ હોઈ શકે છે.

તાજેતાજો ઘાણવો




LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments