Homeગામનાં ચોરેતૌકતેની જેમ આફત બનીને આવી રહ્યું છે ગુલાબ વાવાઝોડું, હવે પછીના વાવાઝોડાનું...

તૌકતેની જેમ આફત બનીને આવી રહ્યું છે ગુલાબ વાવાઝોડું, હવે પછીના વાવાઝોડાનું નામ આ હશે

Team Chabuk-National Desk: ગુલાબ વાવાઝોડાએ ચિંતા વધારી દીધી છે. હાલ ગુલાબ વાવાઝોડાને લઇ ઓડિશામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજ સાંજ સુધીમાં ગુલાબ વાવાઝોડું ટકરાશે. અને તેની ઝડપ 85 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. જેને લઈને ઓડિશાના 7 જિલ્લા હાઈએલર્ટ પર છે. NDRFની કુલ 18 ટીમો તૈનાત કરી દેવાઈ છે.

આંધ્રપ્રદેશ અને ઓડિશામાં ગુલાબ વાવાઝોડાને લઇ યલો અલર્ટ આપી દેવાયું છે. ભારતીય હવામાન વિભાગએ આંધ્રપ્રદેશ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ચક્રવાતી વાવાઝોડા બાબતે યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગ દ્વારા શનિવારે વાવાઝોડા અંગે અલર્ટ કર્યા હતા. હાલ ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધી છે.

હવામાન વિભાગે વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. કોલકત્તા પોલીસે યુનિફાઇડ કમાન્ડ સેન્ટર નામનો કન્ટ્રોલ રૂમ ખોલ્યો છે. આ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનો અને વિભાગોને હાઈ એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. IMDના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન પૂર્વી રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે.  હવામાનની સ્થિતિ જોતા કોસ્ટલ ગાર્ડે ઓછા દબાણવાળા ક્ષેત્રોમાં માછીમારોને સતર્ક રહેવાની સૂચના આપી છે. તેમને 25 સપ્ટેમ્બરથી આવનારી સૂચના સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

rps baby world

ગુલાબ વાવાઝોડાની અસર ગુજરાત પર થશે. ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીમાંથી સક્રિય થયું છે. ત્યારે વાવાઝોડાની અસરને લઇ દક્ષિણ ઓડિશામાં યલો અલર્ટ આપી દેવાયું છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુલાબ ચક્રવાતની અસરથી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે. અને 27 સપ્ટેમ્બરથી ગુજરાત કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 27 સપ્ટેમ્બર એ ભારે વરસાદ પડી શકે છે. અને 28 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

ઉલ્લેખનીય છે કે, આ વાવાઝોડાનું ગુલાબ નામ પાકિસ્તાને રાખ્યું છે. જે યાસ અને તાઉતે બાદ પહેલાંથી જ નક્કી હતું. હવે આવનારા 150 જેટલા વાવાઝોડાના નામ પણ પહેલાંથી જ નક્કી છે. હવે ગુલાબ બાદ જે વાવાઝોડું આવે તેનું નામ શાહીન હશે. જે નામ કતારે આપ્યું છે.

rps baby world

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments