Team Chabuk-National Desk: સુલતાન (sultan) જેવો પાડો (bull) ન કોઈ હતો અને ન કોઈ ભવિષ્યમાં હશે.. આ વાત કહી છે હરિયાણાના (hariyana) કૈથલ જિલ્લાના બુઢાખેડા ગામમાં રહેતા નરેશભાઈએ. હરિયાણાના કૈથલ જિલ્લાના બુઢાખેડા ગામમાં રહેતા નરેશ બેનિવાલના પાડાનું નામ હતું સુલ્તાન. સુલ્તાનનું થોડા દિવસ પહેલાં હાર્ટ એટેકના કારણે મોત (death) થયું છે. સુલ્તાન નામના આ પાડાએ કૈથલ જિલ્લા ઉપરાંત સમગ્ર હરિયાણાનું નામ રોશન કર્યું છે. તેના માલિક નરેશ બેનિવાલને કોઈએ ઓળખ અપાવી હોય તો એ સુલ્તાન હતો. સુલ્તાનના મોત બાદ નરેશ બેનિવાલ અને તેમનો પરિવાર ખૂબ જ દુઃખી છે. નરેશ બેનિવાલ સુલ્તાન વિશે વાત કરતાં કહે છે કે, સુલ્તાન જેવો ન કોઈ હતો અને કદાચ ભવિષ્યમાં ન કોઈ હશે. તેના કારણે જ સમગ્ર ઉત્તર હરિયાણામાં લોકો અમને ઓળખે છે.

સુલ્તાનના સ્પર્મથી લાખોની કમાણી
સુલ્તાન નામના આ પાડાના શોખ પણ નવાબી હતા. નરેશ બેનિવાલે જણાવ્યું હતું કે, સુલ્તાન સવારના નાસ્તામાં દેશી ઘી અને દૂધ પીતો હતો. સુલ્તાનના સ્પર્મથી લાખો રૂપિયાની કમાણી થતી હતી. સુલ્તાન એક વર્ષમાં 30 હજાર સીમનના ડોઝ આપતો હતો, જે લાખો રૂપિયામાં વેચાતા હતા. પશુ મેળામાં તહેલકો મચાવનાર સુલ્તાને નરેશ તથા તેમના પરિવારને એટલા ઇનામ અપાવ્યા છે કે આજે દરેક લોકો તેમને સુલ્તાનના કારણે ઓળખે છે. દરેક પ્રતિયોગિતામાં સુલ્તાને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યાં સુધી કે હરિયાણાના મ્યૂઝિક આલ્બમમાં પણ સુલ્તાને પોતાની ભૂમિકા અદા કરી છે.

21 કરોડ રૂપિયામાં સુલ્તાનને માગ્યો હતો
સુલ્તાન વર્ષ 2013માં યોજયેલી રાષ્ટ્રીય પશુ સૌંદર્ય પ્રતિયોગિતામાં ઝજ્જર, કરનાલ અને હિસારમાં રાષ્ટ્રીય વિજેતા રહી ચૂક્યો છે. રાજસ્થાનના પુષ્કર મેળામાં એક પશુ પ્રેમીએ સુલ્તાનની કિંમત 21 કરોડ રૂપિયા લગાવી હતી, પરંતુ નરેશ બેનિવાલે કહ્યું કે, સુલ્તાન તેમનો દીકરો છે અને દીકરો અમૂલ્ય હોય છે. નરેશ બેનિવાલ તથા તેમના ભાઈ સુલ્તાનની દેખરેખ પોતાના દીકરાની જેમ જ રાખતા હતા.

નરેશ બેનિવાલે સુલ્તાનને નાનપણથી ઉછેર્યો હતો. તેને પોતાના બાળકની જેમ પ્રેમ આપ્યો. પરંતુ આજે તેના મોત બાદ પરિવારમાં મોટી ખોટ પડી છે. ખાલી ખુંટો નરેશ બેનિવાલને દુઃખી કરે છે. દરેક વખતે બસ તેની તસવીરને જોયા કરે છે. તેના એવોર્ડને જોયા કરે છે. નરેશ બેનિવાલનું કહેવું છે કે, સુલ્તાનના જવાથી તેઓ એટલા દુઃખી છે કે તેની યાદ દિલમાંથી જતી જ નથી. હવે તેઓ કોઈ બીજા પાડાને ઉછેરીને સુલ્તાન જેવો બનાવવા પ્રયત્ન કરશે. પરંતુ સુલ્તાનની ખોટ તો જીવનભર વર્તાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત