Homeગામનાં ચોરેકેંદ્ર સરકારના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

કેંદ્ર સરકારના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો

Team Chabuk-National Desk: કેન્દ્ર સરકારે કેન્દ્રના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી દિવાળી ગિફ્ટ આપી છે. ગઈ વખતે સરકારે માર્ચમાં મોંઘવારી ભથ્થું વધાર્યું હતું, એ 1 જાન્યુઆરી 2022થી લાગુ થયું હતું. માર્ચમાં સરકારે DAમાં 3 ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે 31 ટકાથી વધીને 34 ટકા થયું હતું. હવે 4 ટકા મોંઘવારી ભથ્થું વધારવામાં આવતાં 38 ટકા થઈ ગયું છે. સરકારે મોંઘવારી ભથ્થું વધારતાં દેશના 50 લાખ કર્મચારી અને 65 લાખ પેન્શનધારકોને સીધો ફાયદો થશે.

મોંઘવારી ભથ્થુંએ કર્મચારીની બેઝિક સેલેરીનો એક ચોક્કસ ભાગ હોય છે. દેશમાં મોંઘવારીની અસર ઓછી કરવા માટે સરકાર તેમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે. તેને સમય પ્રમાણે વધારવામાં આવે છે. નિવૃત્ત કર્મચારીઓને પણ આનો લાભ મળે છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લેવાયો છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરાયો છે.

ડીએમાં તાજેતરના વધારાથી આશરે 47.68 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે અને તે કર્મચારીઓ અને સંરક્ષણ સેવાઓમાં કાર્યરત લોકો માટે પણ લાગુ પડે છે. કેન્દ્ર સરકાર દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારો કરે છે, પરંતુ આ નિર્ણય સામાન્ય રીતે માર્ચ અને સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments