Homeગામનાં ચોરેઅધિકારીએ વિદાય સમારોહમાં બોલાવી બાર ડાન્સર, વીડિયો વાયરલ, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

અધિકારીએ વિદાય સમારોહમાં બોલાવી બાર ડાન્સર, વીડિયો વાયરલ, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

Team Chabuk-National Desk: બિહારના ખગડિયામાં બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) ની બદલી સમયે વિદાય સમારંભ યોજાયો હતો. આ વિદાય સમારોહમાં બાર ડાન્સર છોકરીઓને બોલાવીને ડાન્સ કરાવવામાં આવ્યો હતો. આ દરમિયાન પંચાયત સચિવ ડાન્સર્સ પર પૈસા લૂંટાવતા જોવા મળ્યા હતા. જ્યારે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો ત્યારે વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ બાબત જિલ્લા મેજિસ્ટ્રેટના ધ્યાન પર આવતાં તેમણે તપાસનો આદેશ આપ્યો હતો.

જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત કુમાર પાંડેએ વાયરલ વીડિયોની તપાસ એડિશનલ કલેક્ટર મોહમ્મદ રશીદ આલમને સોંપી છે. તેમણે કહ્યું કે વીડિયો વાયરલ થવાના કિસ્સામાં ADM 7 થી 14 દિવસમાં વિગતવાર રિપોર્ટ આપશે. વિદાય સમારોહ કાર્યક્રમ દરમિયાન કયા અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ હતા તેની પણ ADM તપાસ કરશે. કોના આદેશ પર બેલદૌર બ્લોક ઓફિસ પરિસરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે દોષિતો સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ કેસ સેવા આચાર સંહિતાનું ઉલ્લંઘન છે. જણાવી દઈએ કે બેલદૌર બ્લોક ઓફિસ પરિસરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બાર ગર્લ્સ પર પૈસા ઉડાવતા ઘણા કર્મચારીઓ પણ જોવા મળ્યા.

વાયરલ વીડિયોમાં બાર ગર્લ્સ ભોજપુરીના અશ્લીલ ગીતો પર ડાન્સ કરી રહી છે. આ દરમિયાન સર્કલ ઓફિસર સુબોધ કુમાર અને બેલદૌર ઝોનના કર્મચારીઓ નજરે પડે છે. એક પંચાયત સચિવ બાર ગર્લ્સ પર પૈસા લૂંટાવતો જોવા મળે છે. વાયરલ વીડિયો 12 જુલાઈનો હોવાનું કહેવાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments