Team Chabuk-Cinema Desk: પાંચમી અને અંતિમ જેમ્સ બોન્ડ ફિલ્મના કારણે ચર્ચામાં રહેનારા બ્રિટિશ અભિનેતા ડેનિયલ ક્રેગે વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ડેનિયલને યુનાઈટેડ કિંગડમની રોયલ નેવીમાં માનદ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ડેનિયલે આ પ્રતિષ્ઠિત રેન્કના અંગે પોતાની ભાવનાઓને વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેઓ વિશેષાધિકાર પ્રાપ્ત કર્યા બાદ અત્યંત સન્માનિત અનુભવ કરી રહ્યા છે. ગઈકાલે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ તેમને નેવીમાં માનદ કમાન્ડરના રૂપમાં નિયુક્ત કરવાની ઘોષણા કરવામાં આવી હતી.

30 સપ્ટેમ્બરના રોજ ડેનિયલ ક્રેગની આગામી અને જેમ્સ બોન્ડ તરીકેની અંતિમ ફિલ્મ નો ટાઈમ ટૂ ડાઈ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મથી ડેનિયલ ક્રેગને ઘણી આશા છે. સફળતાની ગેરન્ટી ગણાતી જેમ્સ બોન્ડની ફિલ્મોમાં ડેનિયલ અગાઉ ચાર વખત રોલ પ્લે કરી ચૂક્યા છે. તેમની બોન્ડ તરીકેની પહેલી ફિલ્મ કસિનો રોયલ હતી, બાદમાં ક્વોન્ટમ ઓફ સોલેસ, સ્કાયફોલ, સ્પેક્ટ્રે અને હવે અંતિમ નો ટાઈમ ટૂ ડાય બનશે.
જેમ્સ બોન્ડના અધિકૃત ટ્વીટર એકાઉન્ટર પરથી ડેનિયલ ક્રેગની રોયલ નેવીનો યુનિફોર્મ પહેરેલી તસવીર શેર કરવામાં આવી છે. ડેનિયલની આગામી બોન્ડ ફિલ્મ જોજી ફુફુનાગા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં લી સેડૉક્સ, રામી માલેક, એના ડે અરમાસ, બેન વ્હિસ્વા, નાઓમી હૈરિસ, જેફરી રાઈટ, ક્રિસ્ટોફર વોલ્ટ્ઝ અને રાલ્ફ કિએન્સ નજર આવશે.
Daniel Craig has been made an honorary Commander in the Royal Navy. Commander Craig said: “I am truly privileged and honoured to be appointed the rank of Honorary Commander in the senior service.” pic.twitter.com/5pPDdznejE
— James Bond (@007) September 23, 2021
1953માં નવલકથાકાર ઈયાન ફ્લેમિંગ દ્વારા કાલ્પનિક પાત્ર જેમ્સ બોન્ડનું સર્જન કરવામાં આવ્યું હતું. આ ચરિત્રને અત્યાર સુધીમાં સીન કોનરી, ડેવિડ નિવેન, જ્યોર્જ લેબેનજી, રોજર મૂર, ટિમોથી ડાલ્ટન, પિયર્સ બ્રોસનાન અને ડેનિયલ ક્રેગ પડદા પર અભિનય દ્વારા સાકાર કરી ચૂક્યા છે. હવે બોન્ડ ફ્રેન્ચાઈઝી પોતાના નવા બોન્ડની શોધ આદરશે. જે છ ફૂટ લાંબો હોવો જોઈએ, ખાસ તો બ્રિટિશ હોવો જોઈએ, ડાઈલોગ ફટકારવામાં શહેનશાહ હોવો જોઈએ અને પોતાના શરીર સૌષ્ઠવથી યુવતીઓને પીગળાવી દેતો હોવો જોઈએ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત