Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે તાજેતરમાં પઠાણની સક્સેસ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી અહીં દીપિકા પાદુકોણે ફિલ્મના શૂટિંગ સાથે જોડાયેલા કેટલાક શાનદાર અનુભવો શેર કર્યા. આ સાથે અભિનેત્રીએ એ પણ જણાવ્યું કે શાહરૂખ ખાન સેટ પર તેનું ખૂબ ધ્યાન રાખતો હતો. શૂટિંગ સાથે જોડાયેલી યાદોને શેર કરતા દીપિકાએ કહ્યું કે, “શાહરૂખે મને શૂટ પર ખૂબ પિઝા ખવડાવ્યા હતા.” આ સિવાય પઠાણની કમાણી અને ચાહકોનો પ્રેમ જોઈને દીપિકાએ કહ્યું, “અમે રેકોર્ડ તોડવા માટે ફિલ્મ નથી બનાવી રહ્યા. અમે લોકોનું મનોરંજન કરવા અને સારા લોકો સાથે સમય પસાર કરવા માટે ફિલ્મો બનાવતા હતા. દરેક વ્યક્તિએ ખૂબ જ મહેનત કરી, પછી તે સેટ પર કોઈ પણ વ્યક્તિ હોય.
દીપિકાએ ચાહકોના પ્રેમ માટે આભાર માન્યો, આ ફિલ્મ લોકોના જીવનમાં ખુશીઓ લાવવા માટે બનાવવામાં આવી હતી. દીપિકા: યે જો પ્યાર મિલા…જી 7 થિયેટરમાં ગઈ…ખૂબ પ્રમે મળ્યો…એક એવી ફિલ્મમાં કામ કરવું જે લોકોના જીવનમાં ખુશીઓ લાવે, મોટી વાત છે. આ ફિલ્મે થિયેટરોને તહેવારોમાં ફેરવી દીધા.
પ્રેસ કોન્ફરન્સમાં શાહરૂખે દીપિકા માટે ‘ઓમ શાંતિ ઓમ’ ગીત પણ ગાયું હતું. દીપિકાએ પણ શાહરૂખ સાથેની તેની કેમેસ્ટ્રી અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, શાહરૂખ સાથે મારી કેમેસ્ટ્રી ઘણી સારી છે. ‘ઓમ શાંતિ ઓમ’, ‘ચેન્નઈ એક્સપ્રેસ’, ‘હેપ્પી ન્યૂ યર’….હું માત્ર શાહરૂખનું સન્માન નથી કરતી, અમારી વચ્ચે ઘણો વિશ્વાસ છે. જો શાહરૂખ ન હોત તો હું આજે જે છું તે ન હોત.”
દીપિકાએ પોતાને બહારની વ્યક્તિ ગણાવીને ચાહકોનો આભાર માન્યો હતો. અભિનેત્રીએ કહ્યું, જ્યારે મેં આઉટસાઇડર તરીકે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે મેં વિચાર્યું ન હતું કે હું અહીં સુધી પહોંચીશ. યશરાજ સાથે ત્રણ-ચાર ફિલ્મો કરીશ. પઠાણમાં એક્ટ્રેસનું પાત્રને જે રીતે લખવામાં આવ્યું છે તે અદ્ભુત છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત