Homeગામનાં ચોરેપિતાએ 5 વર્ષના બાળકને કુહાડીના અસંખ્ય ઘા ઝીંકી સાત ટૂકડા કરી નાખ્યા,...

પિતાએ 5 વર્ષના બાળકને કુહાડીના અસંખ્ય ઘા ઝીંકી સાત ટૂકડા કરી નાખ્યા, હત્યાનું કારણ રૂંવાડા ઉભા કરી દેશે

Team Chabuk-National Desk: મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં એક પિતાએ પોતાના પુત્રના સાત કટકા કરી નાખ્યા. પિતાને શંકા હતી કે તેના પુત્ર પર કોઈ ભૂત પ્રેતનો પડછાયો છે. આ કારણે પિતાએ આ બર્બરતા અને કરુણાંતિકીને અંજામ આપ્યો હતો. ઘટના જ્યારે સામે આવી ત્યારે આસપાસના તમામ લોકોમાં હડકંપ મચી ગયો હતો. પોલીસ પણ હત્યા અને હત્યા પાછળનું કારણ જાણી દંગ થઈ ગઈ હતી.

અલીરાજુરના એસડીઓપી શ્રદ્ધા સોનકરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જિલ્લાના ખરખડી ગામમાં એક પિતાએ પોતાના પાંચ વર્ષના માસૂમ બાળકની, કુહાડીથી સાત ટૂકડા કરી, હત્યા નીપજાવી નાખી છે. આરોપી દિનેશ ડાવરે પૂછપરછમાં જણાવ્યું હતું કે, જ્યારે તેને ત્યાં પુત્રનો જન્મ થયો ત્યારથી તેની પત્ની બીમાર રહેતી હતી. ઘરનું વાતાવરણ સારું નહોતું રહેતું અને કેટલાય પ્રકારની અડચણો આવ્યા કરતી હતી. જેનાથી છૂટકારો નહોતો મળી રહ્યો.

આરોપીએ જણાવ્યું કે, નજીકના ગામમાં રહેનારી એક મહિલા જેને તે માતા ગુરૂ માને છે, તેને પોતાની સમસ્યા વિશે જણાવ્યું. તે મહિલાએ તેના પુત્ર પર ભૂત પ્રેતનો પડછાયો હોવાનું કહ્યું હતું. પિતાએ આ વાતને મનમાં સંઘરી રાખી અને રાતના તેના પુત્રના કુહાડીના અસંખ્ય ઘા ઝીંકી સાત ટુકડા કરી નાખ્યા હતા. પુત્રનો મૃતદેહ તેમણે જમીનમાં દાટી દીધો હતો.

એસડીઓપી શ્રદ્ધા સોનકરે જણાવ્યું હતું કે, પોલીસે આરોપી પિતા દિનેશ ડાવરની ધરપકડ કરી લીધી છે. પોલીસે પિતાના નિવેદન પર તેમને ભડકાવનારી મહિલા પર પણ કેસ ફાઈલ કર્યો છે અને તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments