Team Chabuk-National Desk: દિલ્હી સરકારે ઈન્ટરકાસ્ટ એટલે કે આંતરજાતિય અને આંતરધાર્મિક લગ્ન કરનારા પ્રેમીઓને અને આવી કુંવારી જોડીઓને જેમના પ્રેમ સંબંધની વચ્ચે તેમના માતા-પિતા, સ્થાનિક સમુદાય, પરિવાર સહિતના લોકો આવે છે, તેમને ઉત્પીડનથી બચાવવા માટે સ્પેશિયલ સેલનું ગઠન કરવાનું નક્કી કર્યું છે. આ સંબંધિત્ત SOP જાહેર કરવામાં આવી છે.
દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે સરકાર આવા પ્રેમી જોડલાઓને સેફ આવાસમાં સુરક્ષા પ્રદાન કરશે. જેમના પ્રેમ સંબંધને તેમનો પરિવાર, સ્થાનિક સમુદાય અથવા તો ખાપ વિરોધ કરી રહ્યા છે અને કોઈ કાળે સ્વીકારી નથી રહ્યા. દિલ્હી મહિલા આયોગની હાલની ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 181ની સ્પેશિયલ સેલ જ 24 કલાકની હેલ્પ લાઈનનાં પ્રમાણે કામ કરશે. જ્યાં આંતરજાતિય અને આંતરધાર્મિક લગ્ન કરનારી એવી જોડીઓ જે સંકટમાં છે, એ પોતાની ફરિયાદ દાખલ કરી શકે છે. આ જ હેલ્પલાઈનથી તેમને જરૂરી મદદ પણ આપવામાં આવશે.
આ માટે કેટલાક ખાસ ટેલિકોલર્સની પસંદ કરવામાં આવશે, જે સંકટની આવી સ્થિતિ આવી પડે ત્યારે તમામ સેવાઓની જાણકારી આપે અને મદદ કરે. ટેલિકોલર્સની કામગીરી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. ટેલિકોલર્સને હાલ જ્યાં તાલિમ આપવામાં આવી રહી છે ત્યાં જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચર અને ઓફિસ પહેલાથી દિલ્હી મહિલા આયોગની સુપરવિઝનમાં ઉપલબ્ધ છે. આ ઘટનાઓમાં ફોન કરનારની તમામ ગોપનિયતાઓ રાખવામાં આવશે. આ ગોપનિયતા એવી જ હશે જેવી સંકટ સમયે કોઈ મહિલાની હોય છે.
કોલ રિસીવ થયા પછી સૌ પ્રથમ નિશ્ચિત કરવામાં આવશે, કે છોકરો અને છોકરી લગ્ન કરવાની વયના જ છે કે નહીં ? જે પછી DCPને સૂચના આપવામાં આવશે. DCP જ સ્પેશિયલ સેલના પ્રમુખ તરીકે કામ કરશે. સંબંધિત પ્રેમી યુગલ સાથે વાત કરવામાં આવશે અને ફરિયાદ લેવામાં આવશે. DCP આ તમામ તથ્યો જિલ્લા અધિકારીની પાસે લઈ જશે અને સેફ હાઉસમાં લઈ જવાની યુગલની જરૂરિયાતને ડીએમ સુધી પહોંચાડશે. આ પ્રેમી યુગલને તમામ પ્રકારની સુવિધાઓ સેફ હાઉસમાં આપવામાં આવશે.
આ પ્રેમી યુગલને તમામ પ્રકારની સમસ્યાઓ વિષે જણાવવામાં આવશે. સમસ્યાનું સમાધાન નહીં થઈ જાય ત્યાં સુધી આ જોડલાને રહસ્યમયી રીતે રાખવામાં આવશે. કોઈ પણ પ્રકારની સમસ્યા પહેલા તેમને ઉજાગર કરવામાં નહીં આવે. જો આ પ્રેમી યુગલ સેફ હાઉસમાં રહેવા નથી માગતું, તો સ્પેશિયલ સેલ તેમને રહેવાના સ્થાન પર થ્રેટ પરસેપ્શનના (ધમકી) આધારે સુરક્ષા પ્રદાન કરશે. દિલ્હી સરકારે ઉત્તરી દિલ્હીનાં કિંગ્સવે કેપમાં સરકારી આવાસિય ક્ષેત્રને સેફ હાઉસ માટે સ્થાપિત કરી દીધા છે. જેમાં બે રૂમ હશે. એક બાથરૂમ અને એક રસોડું. જેમાં વધુમાં વધુ ત્રણ જોડીઓ રહી શકશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત