HomeસિનેમાવાદGirls Hostel: જાણે છોકરીઓ સાચેક એ હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરે છે

Girls Hostel: જાણે છોકરીઓ સાચેક એ હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરે છે

ઝાલાવાડી જલજીરા: બોયઝ હોસ્ટેલમાં શું શું થાય છે એ અહીં બેઠા બેઠા કોઈ હોસ્ટેલ વિહાર ન કરનારો ગપ્પા મારે તો પણ એક બે તો સાચા પડી જ જાય. એમાં કાંઈ વધારે અવલોકન કરવાની જરૂર નથી. પીએચડીનો થીસીસ તૈયાર કરવાનો ન હોય, જોકે એ પીએચડીનો સબ્જેક્ટ તો ખરો જ છે. આજે એક મીની વેબ સિરીઝની વાત કરીએ. 20-22 મિનિટના એપિસોડ છે. પ્રથમ સિઝન પાંચ એપિસોડની અને બીજી સિઝન પણ પાંચ એપિસોડની. આપણે અહીં પ્રથમ સિઝનની વાત કરીશું. ગર્લ્સ હોસ્ટેલ.

ગર્લ્સ હોસ્ટેલનું બહારનું વાતાવરણ કેવું હોય તેનાથી હોસ્ટેલમાં રહેનારા અથવા તો યુનિવર્સિટી કે કોલેજમાં ભણનારાઓ જ્ઞાત હશે જ. એમાં પાછું મેડિકલ શાખાની પેટા ડેન્ટલ શાખાનું કેવું હોય તેની તો આર્ટ્સ અને કોમર્સવાળાને ક્યાંથી ખબર? ગર્લ્સ હોસ્ટેલ બહાર છોકરાઓની લાઈનો લાગી હોય છે આવું સાંભળ્યું હોય છે. ત્યાં દુકાનો પણ વધારે નખાય છે, કારણ કે છોકરાઓ ત્યાં લાંબો સમય સુધી પ્રતીક્ષા કરતાં બેઠા રહેવાના. ખાસ પાન-માવાની દુકાન નખાતી હોય છે.

આવી જ એક હોસ્ટેલ છે. એક નવી છોકરીનું એડમિશન થયું છે. રિચા નામ છે. તેને રૂમ ફાળવવામાં આવે છે. રૂમની સાથે જ તેની લેપર્ડ કલરની બ્રાની ચર્ચા થાય છે. જો કરીને એક સિનીયર વિદ્યાર્થિની તેનો રૂમ હડપી લે છે. તેને પોતાનો ખાટલો હોવા છતાં નીચે ઊંઘવું પડે છે. પંખો ધીમે ધીમે ખડડડડ… ખડડડ… ખડડડ કરતો ચાલે છે. જોની સામે એક બીજી છોકરી છે. જે તેની જ સાથે ભણે છે. ઝાહીરા અલી નામ છે. સુંદર છે. હોવી જોઈએ એટલી સેક્સી છે. બંને વચ્ચે બાપે માર્યા વેર છે પણ ક્યાં કારણોસર છે એની ખબર નથી. મીલી નામની એક છોકરી છે જે નવી એડમિશન લેનારી છોકરીની પાક્કી બહેનપણી બને છે. હોશિયાર છે પણ અક્કલમઠ્ઠી વાતો વધારે કર્યા કરે છે.

સિરીઝમાં હોસ્ટેલમાં થતી ક્રિયા-પ્રતિક્રિયાઓની વાતો છે. મજા જ આવ્યા રાખે છે. આનંદનો ઓડકાર છે. દિગ્દર્શકે પસંદ કરેલા પાત્રો ખૂબ જ સરસ છે. એટલે સૌથી પહેલા કાસ્ટિંગ ડાયરેક્ટર જે મને ખબર નથી. હોય તો ગૂગલ દેવ પાસેથી જાણી લેજો!

હા, તો જેણે પણ કલાકારની પસંદગી કરી હોય તેના માટે તાળીઓ થઈ જાય. કલાકારો હોસ્ટેલમાં રહેવાની ઉંમરના જ લાગે છે. અભિનયથી અનુભવી પણ લાગે છે. હોસ્ટેલમાં છોકરીઓ કે છોકરાઓ કેવા હોય? બસ, આવા જ હોય. કોઈ બીજાની સેવા કરવી પડતી હોય. સિનીયરને ભાઈ સાહેબ, બહેન સાહેબ કહેવું પડતું હોય. મોટાઓની મદદ કરવી પડતી હોય. વોર્ડન સાથે ઝઘડવું પડતું હોય. નીતનવા પેંતરા અજમાવવા પડતાં હોય. છોકરીઓની હોસ્ટેલ છે તો બહાર જવાની તાલાવેલી લાગેલી હોય. પણ જવા ન દે.

ત્રીજા એપિસોડમાં સ્ત્રીઓની સ્વતંત્રતાના મુદ્દાને હોસ્ટેલ સાથે સરખાવ્યો છે. જેમાં છોકરીઓ બહાર જવા તો માગે છે પણ જઈ નથી શકતી. જૂના સિક્યોરિટીને પૈસા આપી જતી હતી, પણ હવે તેની બદલી થઈ ગઈ છે. નવા સિક્યોરિટીને પૈસાની લાલચ આપી નથી શકતી, કારણ કે વિશાલ ભારદ્વાજની મકબૂલ ફિલ્મમાં ડાઈલોગ છે, ‘નવો મુસલમાન પાંચ વખતની નમાજ પઢે છે.’

છોકરીઓ સ્ત્રી સ્વતંત્રતાના મુદ્દાની વાત કરે છે પણ એ વાત પાછળ મોટું કારણ જવાબદાર છે. હોસ્ટેલમાં આટલી કડક અમલવારી કરવા પાછળનું કારણ બાર નંબરનો રૂમ છે. જ્યાં એક છોકરીને તેના બોયફ્રેન્ડે ગર્ભવતી કરી દીધી છે. ત્યારથી છાત્રાલય પ્રશાસન છોકરીઓની બાબતમાં કડક બન્યું છે. હોવું જ જોઈએ. કેમ કે જે છોકરી પ્રેગનેન્ટ થઈ છે તેના પિતાશ્રી વોર્ડનને ખખડાવી નાખે છે. હવે એ બિચારી તો આકરા પગલાં ભરવાની જ છે ને.

સૌથી ઊંચો અભિનય વોર્ડનનો જ છે. આ વોર્ડનનું સાચું નામ છે તૃપ્તી ખામકર. રણબીર કપૂરે કહેલું કે, કદાચ મારો જન્મ સંજય દત્તનો રોલ પ્લે કરવા માટે જ થયો છે. તૃપ્તીને જોયા પછી લાગે કે આ સૃષ્ટીમાં સૌનાં માટે એક રોલ બનેલો જ હોય છે. તૃપ્તી માટે વોર્ડનનો રોલ બનેલો છે.

એ ચહેરાથી એવી છે કે તેને કોઈ છોકરો જોવા માટે આવે તો પસંદ પણ ન કરે અને છતાં એ તુલસીના છોડની સાથે પ્રેમભરીને વાતો કર્યા રાખે છે. બારણું બંધ કરી મોટે મોટેથી વાતો કરતી હોય છે. જ્યારે કોઈ બારણું ખખડાવે ત્યારે કહે, ‘હું એકલી એકલી નહીં, મોબાઈલમાં મારા બોયફ્રેન્ડ સાથે વાતો કરી રહી હતી.’ થોડું શો-ઓફ કરવા માટે. આ દુનિયાની તમામ હોસ્ટેલના વોર્ડનો પોતે જ એક મોટું પાત્ર છે. જો અભ્યાસ કરો તો રમૂજી અવતાર શોધવા માટે ક્યાંય બહાર જવાની જરૂર ન પડે.

ગર્લ્સ હોસ્ટેલ સિરીઝની છોકરીઓ સ્વીટ છે. ક્યૂટ છે. તેના માટે જેટલા હુલામણા શબ્દો વાપરીએ ઓછા છે. કોઈના પણ ચહેરા પર ઉંમર વધી ગયાનો તણાવ નથી દેખાતો એટલે એ હોસ્ટેલમાં ગર્લ્સનું પાત્ર સહજતાથી નિભાવી શકી છે. જાણે છોકરીઓ સાચેક એ હોસ્ટેલમાં જ રહીને અભ્યાસ કરે છે.

થોડું પ્રેમનું ટોનિક નાખ્યું છે. જરૂરી પણ છે. આ ઉંમર ઈશ્કની હોય છે. ભલભલાને પીગળાવી નાખે છે. એમાંય આ તો ડેન્ટલવાળા. પ્રેમમાં દાંત ખાટા થઈ જાય. જોકે એ પ્રેમ મોબાઈલની સ્ક્રિન પર ખૂબ જ સારો લાગે છે.

Imagine a night in with 4 girls. Now imagine doing that for 4 years. In a building full of girls that is a Girl’s Hostel.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments