Team Chabuk-National Desk: દિલ્હીના દ્વારકા જિલ્લામાં કત્લની એક સનસનાટી મચાવતી ઘટના સામે આવી છે. જ્યાં એક ઈસમને મહિલાએ બીડી ન આપતા તેની ચાકુથી ગળું કાપી હત્યા નીપજાવી નાખી. કત્લની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સ્થાનિક લોકોએ આરોપીનો પીછો કરી તેને પકડી લીધો હતો. તેને માર મારવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ભીડથી બચાવ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.
આ સમગ્ર ઘટના દ્વારકા જિલ્લાના ડાબરી વિસ્તારની છે. મૃતક મહિલાની ઓળખ ત્રીસ વર્ષીય વિભાના રૂપે થઈ છે. જે એ વિસ્તારમાં પોતાના પતિની સાથે નાની દુકાન ચલાવે છે. એ શાકભાજી અને અન્ય પરચૂરણનો સામાન વેચે છે. રવિવારની રાતે સાડા દસ વાગ્યે દીપક નામનો વ્યક્તિ તેની પાસે આવ્યો હતો. એ નશામાં હતો. એ મહિલા વિભા પાસે બીડી માંગી રહ્યો હતો. જોકે મહિલાએ તેને બીડી આપવાની ના પાડી દીધી હતી.
આ વાતથી નિરાશ થઈ દીપક દુકાનદાર વિભાની સામે જીભાજોડી કરવા લાગ્યો હતો. વિભાએ જ્યારે તેનાથી છૂટકારો મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીએ તેની સાથે ઝઘડો કર્યો અને થેલામાંથી એક ધારદાર ચાકુ બહાર કાઢ્યું. તેણે મહિલાને પાછળથી પકડી લીધી અને તેના ગળાના ભાગે ધારદાર ચાકુ રાખી દીધું. તેણે ચાકુથી મહિલાનું ગળું કાપી નાખ્યું અને પછી ચાકુને થેલામાં રાખી ત્યાંથી ભાગી ગયો.
दिल्ली: डाबरी इलाके में कत्ल की एक सनसनीखेज वारदात सामने आई है, जहां दीपक नामक एक शख्स ने महज़ बीड़ी ना देने पर एक महिला दुकानदार विभा की चाकू से गला रेतकर हत्या कर दी. ये वारदात एक #CCTV में कैद हो गई. स्थानीय लोगों ने आरोपी को पीछाकर पकड़ लिया और उसकी पिटाई कर दी. @DelhiPolice pic.twitter.com/wtn4W9B4ge
— Parvez Sagar (@itsparvezsagar) October 4, 2021
એ ભાગતો હતો ત્યારે ભીડે તેને પકડી લીધો. તેની ધોલાઈ કરવામાં આવી. પોલીસે ભીડથી હત્યારાને છોડાવ્યો હતો. એ દરમ્યાન ભીડ અને પોલીસની વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. બીજી બાજુ લોહીથી લથપથ મહિલાને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ અંતિમ શ્વાસ લીધા હતા.
આરોપી દીપક પણ ધોલાઈના કારણે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને પણ દિનદયાળ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. જાણકારી પ્રમાણે તેને પણ ઈજા થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, જેવો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે તેની ધરપકડ કરવામાં આવશે. આ સિવાય પોલીસના કામમાં વિક્ષેપ પહોંચાડવા બદલ કેટલાક લોકની પણ ધરપકડ કરવામાં આવી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત