Homeવિશેષકપાસના પાકમાં આવતા સુકારો અને કોહવારોના રોગને કેવી રીતે નાથવો?- ડો.ગની પટેલ

કપાસના પાકમાં આવતા સુકારો અને કોહવારોના રોગને કેવી રીતે નાથવો?- ડો.ગની પટેલ

ડો.ગની પટેલ: કપાસના પાકમાં સુકારો અને કોહવારો એમ બે રોગ દ્વારા છોડ સુકાય છે. આ ફોટા આજે વાંકાનેર તાલુકાના ખેરવા ગામના છે, જે કોહવારાના રોગથી સુકાયેલા છોડ છે આ રોગ રાઈઝેકટોનિયા સોલાની નામની ફૂગથી થાય છે અને છોડના મૂળ કોહવાઈ જાય છે.

Gani-1

થડ અને મૂળની છાલ આસાનીથી ઉખડી જાય છે અને ફોટામાં બતાવ્યા મુજબ છાલમાં દોરા, દોરા દેખાય છે. આવા છોડ આસાનીથી ખેંચાય જાય છે. આ રોગના ઉપાય માટે તીવ્રતાના સમયે મેટાલેક્સિલની સાથે મેનકોઝેબનું કોમ્બિનેશન છે તે 30 ગ્રામ અને સેફ્રોન 50 ગ્રામ/પમ્પમાં મિક્સ કરી નોઝલ કાઢી થડે, થડે ડ્રેન્ચિંગ કરવું.

Gani-2

આ રોગથી આબાદ બચવા માટે આગોતરા ઉપાય માટે રોગ આવ્યા પહેલા 1 વિઘામાં 250 ગ્રામ મોનીટર HP જૈવિક દવાનું ડ્રેન્ચિંગ કરવું ખૂબ હિતાવહ છે, કારણ કે રોગ આવી ગયા બાદ જે છોડ સુકાય જાય તેનું નુકશાન ભોગવવું પડે છે. આમેય રોગ માટે અગમચેતી એ જ સાચો ઉપાય છે. આ માહિતી આપ આપના મિત્રોને શેર કરજો…

(કૃષિ નિષ્ણાત ડો.ગની પટેલના ફેસબુક પેજ પરથી સભાર)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments