Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં મહિલા કોન્સ્ટેબલની સાથે ગાયબ થયેલા ઈશ્કમિજાજી સીઓ (સર્કલ ઓફિસર) કૃપાશંકર કનૌજીયાને તેમના પદ પરથી નિલંબિત કરી દેવામાં આવ્યા છે. ડીજીપીએ માહિતી આપતા ગૃહ વિભાગે આ સીઓને તેમના પદ પરથી હટાવી દીધા છે. સીઓ કનૌજીયા કાનપુરની હોટલમાં મહિલા કોન્સ્ટેબલની સાથે મળ્યા હતા. હાલ પોલીસ પ્રશાસને તપાસના આદેશ આપ્યા છે.
સીઓ કૃપાશંકર કનૌજીયાએ 6 જુલાઈનાં રોજ ઉન્નાવના એસપી પાસેથી પારિવારિક કારણોસર રજા લીધી હતી. જોકે રજા પાસ થયા પછી તેઓ ઘરની જગ્યાએ ક્યાંક બીજે ચાલ્યા ગયા. માહિતી મળી કે તેમણે કાનપુરની એક હોટલમાં ચેકઈન કર્યું છે. તેમની સાથે એક મહિલા કોન્સ્ટેબલ હતી. આ દરમ્યાન કનૌજીયાએ પોતાના ખાનગી અને સરકારી બંને નંબર બંધ કરી દીધા હતા.
ઘરે પત્ની પરેશાન હતી. ઉપરથી ફોન પણ બંધ હોવાના કારણે તેણે સ્ટેશનમાં પૂછપરછ કરી તો તેમણે રજા લીધી હોવાની વાત સામે આવી હતી. પત્નીએ ઉન્નાવના એસપી પાસેથી મદદ માગી હતી. કોઈ હોની અનહોની ન થઈ જાય આ બીકે એસપી સાહેબે સર્વિલાન્સ ટીમને કામે લગાડી હતી. સીઓ કૃપાશંકર કનૌજીયાનું નેટવર્ક કાનપુરની એક હોટલમાં ઈશારો કરતું હતું. પોલીસની સર્વિલાન્સ ટીમ ત્યાં તાબડતોડ પહોંચી હતી પણ અહીં માહોલ તો કંઈક અલગ જ હતો.
ઉન્નાવ પોલીસ કાનપુરના એ લોકેશન પર પહોંચી હતી. જ્યાં તેમને સીઓ અને મહિલા કોન્સ્ટેબલ સાથે મળ્યા હતા. પ્રમાણ માટે ઉન્નાવ પોલીસે સીઓનો વીડિયો પોતાની સાથે લીધો છે. હોટલમાં પ્રવેશ કરતા સમયે સીઓ અને તેમની મહિલા મિત્ર કેમેરામાં કેદ થઈ ગયા હતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત