Team Chabuk-National Desk: ચાર દિવસ સુધી ગંભીર સૂંચકઆંકમાં દિવસ-રાત્રિ પસાર કર્યાં બાદ રાજધાની દિલ્હીની હવામાં શનિવારના રોજ સુધારો જોવા મળ્યો હતો. જોકે સ્થિતિ હજુ પણ સાવ સુધરી નથી. બીજી બાજુ હવામાન વિભાગે રવિવારના રોજ રાજધાનીમાં હળવી હેલી થવાની આગાહી પણ વ્યક્ત કરી છે. એટલે કે દિલ્હીવાસીઓ પર આજે શિયાળા સાથે ચોમાસાનો માર રહેવાની પણ સંભાવના છે.
સિસ્ટમ ઓફ એર ક્વાલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર દિલ્હીમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે અને સમગ્ર વાયુ ગુણવત્તા સૂચકાંક એટલે કે એક્યૂઆઈ 398 સુધી પહોંચી ગયો છે. બીજી બાજુ કેન્દ્રિય નિયંત્રણ બોર્ડના અનુસાર એક્યૂઆઈ 401 નોંધવામાં આવ્યો છે. જે દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં બીજા સ્થાન પર છે. પ્રથમ નંબરનું સ્થાન 402 એક્યૂઆઈની સાથે ફરિદાબાદનું છે.
આ પૂર્વે શુક્રવારના રોજ દિલ્હીની વાયુ ગુણવત્તા ખરાબ થઈને ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી ગઈ હતી. એ સમયે આઈક્યૂઆઈ 432 સુધી પહોંચી ગયો હતો. રાજધાનીમાં વિતેલી 21 ડિસેમ્બરના રોજ તાપમાન ઓછું નોંધવામાં આવ્યું હતું. સાથે જ ઠંડી લહેર પણ ચાલી રહી છે, આ વચ્ચે વાયુ પ્રદૂષણનું સ્તર પણ ગંભીર બની રહ્યું છે. સ્થિતિ એ છે કે સવારે અને ખાસ રાત્રિના સમયે રાજધાનીમાં પ્રદૂષણની ચાદર સાફ સાફ દેખાઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારની સવારે ઠંડી હતી. તાપમાન સામાન્યથી એક ડિગ્રી ઓછું, સાત ડિગ્રી સેલ્સિયસ નોંધવવામાં આવ્યું હતું. દિવસભર મહત્તમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રવિવારના રોજ હળવી વર્ષાની આગાહી પણ કરવામાં આવી છે.
હાલમાં એક પશ્ચિમી વિક્ષોભ અને તેનાથી પ્રેરિત ચક્રવાતી પરિસંચરણ 26 ડિસેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારત અને 27 ડિસેમ્બરથી મધ્ય ભારતને પ્રભાવિત કરી શકે છે. આ પશ્ચિમી વિક્ષોભની સક્રિય રહેવાની સંભાવના છે. જેનાથી દેશના કેટલાય ભાગમાં ડિસેમ્બરના અંતિમ સપ્તાહથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી વરસાદ પડી શકે છે. જેના પ્રભાવમાં દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તરપ્રદેશમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ મધ્યમથી લઈને વ્યાપક વર્ષા પણ પડી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત