Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ બૂસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે. તેના પર પ્રતિક્રિયા આપતા કેરળના વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્ર સરકારે મારા બુસ્ટર ડોઝના સૂચનને માની લીધું છે. રાહુલ ગાંધીએ પીએમ મોદીના આ નિર્ણય પર સહમતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ એક યોગ્ય પગલું છે. દેશના એક એક નાગરિક સુધી વેક્સિનની અને બુસ્ટર ડોઝની સુરક્ષા પહોંચાડવી પડશે.
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈ જગતભર ફરી 2020 જેવા અજગર ભરડામાં સપડાય રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી જે બધું થાળે પડતું દેખાઈ રહ્યું હતું તેમાં અંધાધૂધીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રાજ્યોના મહાનગરોમાં કે કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. યુરોપના દેશની સ્થિતિ ફરી ભયજનક વર્તાય રહી છે. શનિવારના રોજ રાતના દસ વાગ્યે પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું હતું કે ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં આપણે સતર્ક રહેવાની આવશ્યકતા છે.
પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 15થી 18 વર્ષનું આયુષ્ય ધરાવતા જે પણ છોકરાઓ છે, હવે તેમના માટે દેશભરમાં વેક્સિનેશન પ્રક્રિયાનો આરંભ થશે. તેની શરૂઆત આવતા વર્ષની ત્રીજી જાન્યુઆરીથી થશે. પીએમ મોદીએ કહ્યું કે 60 વર્ષથી ઉપરનું આયુષ્ય ધરાવતા કૉ-મોરબિડિટી ધરાવતા નાગરિકોને ડોક્ટરની સલાહ પર પ્રિકોશન ડોઝનો વિકલ્પ પણ ઉપલ્બધ કરાવવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત