Homeસિનેમાવાદશ્વેતા તિવારીની ખૂબસૂરત દીકરી કરવા જઈ રહી છે બોલિવૂડમાં એન્ટ્રી, પરંતુ શ્વેતા...

શ્વેતા તિવારીની ખૂબસૂરત દીકરી કરવા જઈ રહી છે બોલિવૂડમાં એન્ટ્રી, પરંતુ શ્વેતા તિવારીને આ વાતનું છે દુઃખ

Team Chabuk-Entertainment Desk: ટેલીવિઝન અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બોલિવૂડમાં ડગ માંડવા જઈ રહી છે. પરંતુ શ્વેતા તિવારીને એ વાતનો અફસોસ છે કે તેણે તેની દીકરીને કોઈ મદદ કરી નથી. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હાલ ખતરો કે ખિલાડી-11માં ભાગ લઈ રહી છે. શ્વેતા બે બાળકોની માતા છે. મોટી દીકરી પલક તિવારી બોલિવૂડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પલક તિવારી હોરર ફિલ્મ, રોજીઃ ધ સેફ્રન ચેપ્ટરમાં નજર આવશે. જો કે, દીકરીના બોલિવૂડ ડેબ્યુને લઈને માતા શ્વેતા તિવારી અફસોસ વ્યક્ત કરી રહી છે.

શ્વેતા તિવારીને એ વાતનો અફસોસ છે કે, તે પલકને કોઈપણ પ્રકારની મદદ કરી શકી નથી, માત્ર તેને સપોર્ટ જ કર્યો છે. ઓડિશન આપીને પલકે જાતે આ ફિલ્મ મેળવી છે. એક ટીવી અભિનેત્રી તરીકે શ્વેતા તિવારી દીકરી પલકને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરાવવામાં કોઈ મદદ કરી શકી નથી.

એક ઈન્ટરવ્યૂમાં આ અંગે વાત કરતાં અભિનેત્રી શ્વેતા તિવારીએ કહ્યું કે, મને મારી દીકરી પર ખૂબ જ ગર્વ થાય છે. કેમ કે તેણે જે કઈ પણ મેળવ્યું છે તે પોતાની મહેનતથી મેળવ્યું છે. ઓડિશન આપ્યું અને ફિલ્મમાં રોલ મેળવ્યો છે. હું માત્ર તેને સપોર્ટ કરવા માટે ત્યાં હતી. હું એક બીજી ઇન્ડસ્ટ્રીનો હિસ્સો છું. એવામાં હું તેની કોઈ મદદ ન કરી શકી. મહત્વનું છે કે, 40 વર્ષીય શ્વેતા તિવારી છેલ્લા બે દાયકાથી ટીવી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. તેણે એકતા કપુરની પ્રખ્યાત સિરીયલ કસોટી જિંદગી કીમાં પ્રેરણાનો રોલ નિભાવ્યો હતો. આ રોલથી તેણે દર્શકોના દીલમાં જગ્યા બનાવી હતી. હાલમાં શ્વેતા તિવારી ટીવી શો મેરે ડેડ કી દુલ્હનમાં નજર પડી રહી છે.

શ્વેતા તિવારી આગળ વાત કરતાં કહે છે કે, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રી બન્ને અલગ અલગ પદ્ધતિથી કામ કરે છે. મને લાગે છે કે અલગ ઈન્ડસ્ટ્રીનો હિસ્સો હોવા છતાં હું પલકને મદદ ન કરી શકી. મને ઘણી વખત આ વાતનું દુઃખ પણ થાય છે. તે એક મહેનતી છોકરી છે મને તેના પર ગર્વ છે.

શ્વેતા તિવારીની દીકરી પલક ખૂબ જ ખૂબસૂરત અને સ્ટાયલિસ્ટ છે. પલક તિવારી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે. તેના ચાહકો માટે તે અવારનવાર સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. થોડા દિવસ પહેલા તેણે સોશિયલ મીડિયામાંથી બ્રેક લીધો હતો. પરંતુ તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર ફરી એન્ટ્રી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments