Team Chabuk-National Desk: મુંબઈ ક્રૂઝ ડ્રગ પાર્ટીની તપાસ હવે એનસીપીના નેતા નવાબ મલિક દ્વારા એનસીબીના અધિકારી સમીર વાનખેડે પર લગાવવામાં આવેલા આરોપો સુધી આવીને અટકી છે. હવે આર્યન ખાન સાઈડમાં છે અને મુદ્દો એ બની ચૂક્યો છે કે સમીર વાનખેડે હિંદુ છે કે મુસ્લિમ. જો તેઓ મુસ્લિમ છે અને દસ્તાવેજો સાથે છેડછાડ કરી નોકરી પ્રાપ્ત કરી છે, તો એ મોટો આરોપ છે. જોકે આ પહેલા ભારતના સંવિધાનમાં કરવામાં આવેલી જોગવાઈઓને પણ જાણવી જરૂરી છે. ત્યારે જાણીએ કે શું દલિત મુસ્લિમને પણ નોકરીમાં આરક્ષણ મળે છે?
આરોપ શું છે?
એનસીપી નેતા નવાબ મલિકનો આરોપ છે કે, એનસીબી અધિકારી સમીર વાનખેડે જન્મજાત મુસ્લિમ છે. તેમણે દસ્તાવેજોમાં છેડછાડ કરીને દલિત અથવા તો અનુસૂચિત જાતિના સભ્ય બનીને આઈઆરએસની નોકરી પ્રાપ્ત કરી છે. પોતાના આરોપોને સત્ય સાબિત કરવા માટે નવાબ મલિકે ટ્વીટર પર સમીર વાનખેડેના નિકાહના ફોટોગ્રાફ સામે રાખ્યા હતા અને નિકાહનામું પણ લઈ આવ્યા હતા. આ સાથે જ સમીર વાનખેડેનું જન્મનું પ્રમાણપત્ર પણ સાર્વજનિક કર્યું હતું. મલિકનો આરોપ છે કે, સમીર વાનખેડેના પિતા મુસ્લિમ છે.
સમીરની સમસ્યા શું છે?
ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. ભારતનું સંવિધાન ભારતમાં રહેનારા લોકોને ધર્મની સ્વતંત્રતા આપે છે અને ધાર્મિક સ્વતંત્રતાને મૌલિક અધિકારોના રૂપમાં પ્રત્યાભૂતિ પણ આપે છે. કાયદા હેઠળ અનુસૂચિત જાતિ માટે સરકારી નોકરીમાં 15 ટકા આરક્ષણ છે. આ જોગવાઈ 1950થી છે. જેમાં બે વખત સંશોધન કરવામાં આવ્યા છે. પ્રથમ 1956માં અને બીજું 1990માં. જેમાં કહેવામાં આવ્યું છે કે, હિંદુ, શીખ અને બૌદ્ધ ધર્મમાં માનતા હોય, એ વ્યક્તિ સિવાયની કોઈ પણ વ્યક્તિને અનુસૂચિત જાતિના સભ્ય નહીં માનવામાં આવે. જોકે સુપ્રીમ કોર્ટના એક આદેશમાં એ વાતની પુષ્ટી કરવામાં આવી છે કે મુસ્લિમ દલિત છે.
મુસ્લિમોને આરક્ષણ મળે છે કે નહીં?
ભારતના સંવિધાનમાં ધર્મના આધાર પર આરક્ષણ તૈયાર નથી કરવામાં આવ્યું. સંવિધાન જાતિય આરક્ષણની વાત કરે છે. જોકે કેટલાક રાજ્યો, ત્યાં સુધી કે કેન્દ્રની પણ કેટલીક સૂચીઓમાં મુસ્લિમ વર્ગને નોકરીમાં આરક્ષણ આપવામાં આવ્યું છે. પણ તેમને આરક્ષણ પછાત કે અતિ પછાત સમુદાયમાંથી મળે છે ન કે મુસ્લિમના રૂપે. એ વાત સ્પષ્ટ છે કે દલિત અથવા તો અનુસૂચિત જાતિના કોટામાં કોઈ પણ મુસ્લિમ આરક્ષણનો દાવો ન કરી શકે. તેના પર ફક્ત SCનો અધિકાર છે. નવાબ મલિકે સમીર વાનખેડે પર આવું જ કરવાનો આરોપ લગાવ્યો છે.
જાતિ બહાર લગ્ન અને ધર્માંતરણમાં શું થાય છે?
સુપ્રીમ કોર્ટે 1950માં આ વિષય સંલગ્ન એક આદેશ જાહેર કર્યો હતો. જેમાં એ સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ આરક્ષણનો લાભ લેવા ઈચ્છે છે, તો તેને એક પ્રમાણપત્ર પ્રસ્તુત કરવાનું રહેશે, કે તે જન્મથી જ અનુસૂચિત જાતિનો છે. તેમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આંતરજાતિય વિવાહ કોઈ વ્યક્તિની જન્મ જાતની સ્થિતિને પરિવર્તિત ન કરી શકે. આ વિવાહથી ઉત્પન્ન સંતાનોને પિતાની જાતિના માનવામાં આવશે. જો માતા અનુસૂચિત જાતિની છે, તો તેને સાબિત કરવાનું રહેશે કે તેને એસસી સભ્યના રૂપે ઉછેરવામાં આવ્યા છે.
જો સમીર વાનખેડે પર આરોપ સાબિત થાય છે તો શું થશે?
એનસીબી અધિકારી સમીર વાનખેડે પર નવાબ મલિકે લગાવેલા આરોપ સત્ય સાબિત થાય છે તો સમીર વાનખેડેને નોકરી પરથી રાજીનામું આપવું પડશે. એટલું જ નહીં તેમની વિરૂદ્ધ કેસ પણ ફાઈલ થશે. ઉપરથી પગારની વસૂલી પણ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત