Team Chabuk-National Desk: કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ નિઃસહાય બની ગયા છે. હોસ્પિટલો પણ ફૂલ છે. કોરોનાની બીજી લહેરે જાણે દેશની આરોગ્ય વ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે. હોસ્પિટલમાંથી ઘણા આશ્ચર્યજનક કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવો જ એક કિસ્સો બન્યો જેમાં કેટલાક ડોક્ટરોએ માનવતાની હદ વટાવી હોવાનો પરિવારજનો દ્વારા આરોપ લગાવાઈ રહ્યો છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો, કાનપુરની હૈલટ હોસ્પિટલમાં એક પરિવાર પોતાના કોરોના પોઝિટિવ સ્વજનને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે પરિવાર દ્વારા ડોક્ટરને આજીજી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ડોક્ટર ભડક્યા હતા અને પરિવારજનોને દોડાવી દોડાવીને માર્યા હતા. પરિવારનો આરોપ છે કે તેઓ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવા માટે વિનંતી કરી રહ્યા હતા પરંતુ કેટલાક ડોક્ટરોએ તેઓને દોડાવી દોડાવીને માર માર્યો હતો. કેટલાક જૂનિયર ડોક્ટરોએ પરિવારજનો પાસેથી મોબાઈલ પણ છીનવી લીધો હતો અને દર્દીને દાખલ કર્યા વિના પરિવારને ભગાડી મૂક્યો હતો.
ઘટના સમયે હાજર લોકોએ આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી. જો કે ડોક્ટરોએ આ રેકોર્ડિંગ ડીલીટ કરાવી દીધું હતું. જો કે અમુક લોકોએ ઘટનાનો વીડિયો રેકોર્ડિંગ કરીને વાયરલ કરી દીધો હતો.
આ મામલે જ્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવર સાથે વાત કરતાં તેણે પણ ડોક્ટરની ગુંડાગર્દીની વાત કરી હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરે જણાવ્યું કે પરિવારજનો પાસેથી મોબાઈલ છીનવી લેવામાં આવ્યા હતા. દર્દી સ્ટ્રેચર પર સુતો હતો. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાને લઈને વિવાદ થયો હતો. બાદમાં ડોક્ટરોએ પરિવારજનોને માર માર્યો હતો અને દર્દી સાથે તેઓને ત્યાંથી ભગાડી મૂકાયા હતા.
મહત્વનું છે કે એક તરફ કોરોના ગાઈડલાઈન પ્રમાણે દર્દીની સારવાર વખતે નિયમો જણાવીને સગા સંબંધીઓને દર્દીની પાસે જવા દેવામાં નથી આવતા ત્યારે આ ઘટનામાં ડોક્ટરોએ જ નિયમો તોડીને દર્દીની પાસે પણ પહોંચી ગયા અને પરિવાજનો સાથે મારપીટ પણ કરી હતી.
કાનપુરની હૈલટ હોસ્ટિપલમાં બનેલી આ ગંભીર ઘટનાની ચોમેર ચર્ચા થઈ રહી છે અને ડોક્ટરોએ આવું શા માટે કર્યું તે વિશે સવાલો ઉભા થઈ રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દી અને તેના પરિવાર સાથે બનેલી આ દુઃખદ ઘટનાની ઘણા લોકો ટીકા પણ કરી રહ્યા છે. આ વિવાદ અંગે જ્યારે હૈલટ હોસ્પિટલના તંત્રને પુછવામાં આવ્યું તો કોઈપણ ડોક્ટર આ વિશે બોલવા તૈયાર ન હતાં. આ મામલે જિલ્લા તંત્ર પણ બોલવાથી ડરી રહ્યું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત