Homeગામનાં ચોરેઘરમાં ઘસઘસાટ ઉંઘતા એક વ્યક્તિનું કોઈ માથું કાપીને લઈ ગયું

ઘરમાં ઘસઘસાટ ઉંઘતા એક વ્યક્તિનું કોઈ માથું કાપીને લઈ ગયું

Team Chabuk-National Desk: પંજાબના ફરિદકોટમાં આ ચકચારી બનાવ બન્યો છે. જેને સાંભળીને લોકોની આત્મા પણ કાંપી ઊઠે છે. ઘરમાં ઊંઘી રહેલા એક સાઈઠ વર્ષીય વૃદ્ધનું અપરાધીએ માથું કાપી નાખ્યું છે. જોકે તેનાથી પણ ખતરનાક વારદાત તો એ છે કે આરોપી વૃદ્ધનું માથું પણ પોતાની સાથે લઈ ગયો છે. પોલીસને આ ઘટનાની બાતમી મળતા તેમણે તપાસ હાથ ધરી છે. આ માટે ડોગ સ્કોટની પણ મદદ લેવામાં આવી છે.

આ ઘટના પંજાબના જિલ્લા ફરીદકોટના ગામ દીપસિંહ વાલાની છે. આ ઘટના સવારમાં પાંચ વાગ્યે બની હોવાનું પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે. જ્યારે હરપાલ સિંહ નામનો ખેડૂત પોતાના ઘરમાં ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. આ સમયે હત્યારો તેમના ઘરમાં ઘુસી ગયો હતો. કોઈ ધારદાર હથિયારથી હત્યારાએ હરપાલ સિંહનું ગળું કાપી નાખ્યું હતું. એટલું જ નહીં હત્યારો હત્યા કરીને જતાં જતાં મૃતકનું માથું પણ પોતાની સાથે લઈ ગયો હતો.

શરૂઆતમાં આ સમગ્ર ઘટના અંગત અદાવતની હોય તેવું માનવામાં આવી રહ્યું છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના અંગે સરપંચ શામલાલનું કહેવું છે કે, સવારે એમને કોઈનો ફોન આવ્યો હતો. જેણે આ ઘટનાની તેમને જાણકારી આપી હતી. જાણકારી મળતા તેઓ તુરંત હરપાલ સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમનું ફક્ત ધડ પડ્યું હતું. હત્યારો માથું સાથે લઈ ગયો હતો.

સરપંચે કહ્યું કે, હરપાલ સિંહની પહેલા કોઈની સાથે અંગત અદાવત તો હતી જ પણ આ ઘટનાને લઈને તેમની સાથે વધારે કોઈ વાતચીત નહોતી થતી. તેમણે જણાવ્યું કે, હરપાલ સિંહ એક સારો ખેડૂત હતો. તેમનો એક પુત્ર પણ છે અને પારિવારિક રીતે તેમને કોઈ પણ સમસ્યા નહોતી.

આ સમગ્ર ઘટનામાં ડીએસપી સતવિન્દર સિંહે કહ્યું છે કે, હત્યાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર વારદાતની તપાસમાં લાગી ગઈ હતી. અત્યાર સુધી તો માત્ર એટલું જ ધ્યાનમાં આવ્યું છે કે તેમની ઉંમર 60 વર્ષની છે અને કોઈ ગળું કાપીને સાથે લઈ ગયું છે. ગળું લઈ ગયા હોવાથી લાગી રહ્યું છે કે આંતરિક વિખવાદ હશે. પોલીસ આ સિવાય પણ એક અલગ રીતે ઘટનાને જોઈ રહી છે. પોલીનું કહેવું છે કે ટૂંક સમયમાં આ ઘટનાના રહસ્ય પરથી પડદો હટી જશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments