Team Chabuk-National Desk: કોરોનાની બીજી લહેર સમગ્ર રીતે બેકાબૂ થઈ ચૂકી છે. વાયરસે સમગ્ર દેશમાં તબાહી મચાવીને રાખી છે. રોજ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થતો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં 2.60 લાખથી વધારે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. દેશના 12 રાજ્યોમાં સ્થિતિ અત્યંત ખરાબ છે.
મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત રાજ્ય બન્યું છે. રાજ્યમાં એક દિવસમાં 60 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. બીજા નંબર પર ઉત્તર પ્રદેશ છે. અહીં પણ 27 હજાર નવા કેસ સામે આવ્યા છે. દિલ્હી પણ 19 હજારનો આંકડો પાર કરી ગયું છે. બગડતી સ્થિતિને જોતા રાજ્યોમાં સાપ્તાહિક અથવા તો આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશ રવિવારના રોજ સંપૂર્ણ બંધ છે. કોરોનાની ભયાનક સ્થિતિને જોતા ભારત ધીમે ધીમે લોકડાઉનની તરફ વધી રહ્યું હોય તેવો અંદેશો આવી રહ્યો છે. જોકે આ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે હાલ આવી કોઈ સ્થિતિ નથી. દેશમાં ઉતાવળમાં લોકડાઉન લગાવવામાં નથી આવતું.
કેન્દ્ર રાજ્યોની સાથે સતત સંપર્કમાં
એક અંગ્રેજી અખબારને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં ગૃહમંત્રી અમિત શાહને સવાલ પૂછવામાં આવ્યો હતો કે ગત્ત વર્ષની માફક કોરોનાને કાબુમાં કરવા માટે લોકડાઉન લગાવવામાં આવશે? જેના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સંપૂર્ણ લોકડાઉન કરવું એ હમણાં ઉતાવળીયા પગલા તરીકે લેખાશે. ગત્ત વર્ષના લોકડાઉનનો હેતુ અલગ હતો. એ વખતે દેશની પાસે દવા કે વેક્સિન નહોતી. જોકે હવે સ્થિતિ બિલકુલ અલગ છે. અમે રાજ્યોની સાથે સતત સંપર્કમાં છીએ. રાજ્યોની જે સહમતિ હશે અમે તેમની સાથે રહીશું.
કોરોનાનો નવો સ્ટ્રેન ચિંતાજનક
મુલાકાતમાં ગૃહમંત્રીને પૂછવામાં આવ્યું કે, કોરોનાના નવા મ્યુટેન્ટને તમે કેટલું ખતરનાક માનો છો ? જેના પર ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, દરેક વ્યક્તિ ચિંતિત છે. મને પણ આની ચિંતા છે. પણ આપણા વૈજ્ઞાનિકો આની સાથે દિવસ રાત લડવા અભ્યાસ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે આપણે જીતીશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત