Homeગામનાં ચોરેSC/STના વાળ કાપ્યા તો વાળંદને ગામમાંથી કાઢી મૂક્યો અને 50,000 જુર્માનો લીધો

SC/STના વાળ કાપ્યા તો વાળંદને ગામમાંથી કાઢી મૂક્યો અને 50,000 જુર્માનો લીધો

આ 2020ની સાલ છે. મોટી ઈમારતો અને પુલનું ઉદ્ધાટન કરી 2020ની સાલ છે એવું આપણને લાગે છે. બતાવવામાં આવે છે. હકીકતે એવું છે નહીં. 2020ની સાલમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં જાતિપ્રથા અને ભેદભાવનો મુદ્દો પનપી રહ્યો છે. બેંગ્લોર જેને આઈટી ક્ષેત્રનું હબ ગણવામાં આવે છે. એ બેંગ્લોરની પાસે આવેલ મૈસુર જિલ્લાના નનજાનગુડી તાલુકાના હલ્લારે ગામની આ વાત છે.

ગામમાં એક વાળંદ રહે છે. વાળંદની નાની એવી દુકાન છે.  ગામ તરફથી અગાઉથી જણાવવામાં આવ્યું હતું કે SC/ST સિવાય કોઈના પણ વાળ કાપી શકે. જોકે આ વ્યક્તિથી ત્રીજી વખત ભૂલ થઈ ગઈ અને તેણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની કેટલીક વ્યક્તિઓના વાળ કાપી નાખ્યા.

ગામના નેતાઓને આ વાતની ભનક લાગી ગઈ. દોડી આવ્યા વાળંદની દુકાને અને વાળ કેમ કાપ્યા ? તારાથી વાળ કપાય જ કેમ ? આવી દબંગગિરી પર ઉતરી આવ્યા. ખબર હવે શરૂ થાય છે તેને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. એ વાળંદને ગામડું છોડવાની સાથે SC/STના વાળ કાપવાની સજા રૂપે 50,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

વાળંદનું નામ છે પંડિત મલ્લિકાઅર્જુન શેટ્ટી. એમણે ખૂબ દુખી થઈ જણાવ્યું કે, ‘આ મારી સાથે ત્રીજી વખત થયું છે. મેં પહેલા પણ જુર્માના તરીકે ખૂબ મોટી રકમ ભરી છે. SC/STના લોકોના વાળ કાપવા પર ચન્ના નાયક સહિતના લોકો મને હેરાન કરે છે. જો આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં ન આવ્યું તો હું અને મારો પરિવાર આત્મહત્યા કરી લઈશું.’

રિપોર્ટ મુજબ ચન્ના નાઈક પોતાના સાથીઓની સાથે થોડા મહિનાઓ પહેલા મલ્લિકાઅર્જુનની દુકાને આવ્યો હતો. તેણે મલ્લિકાઅર્જુનને કહ્યું હતું કે, SC/ST પાસેથી વાળ કાપવાના તારે વધારે રૂપિયા લેવા જોઈએ. 300 રૂપિયા વાળના અને 200 રૂપિયા દાઢીના. વાળંદે ના પાડી દીધી. તેણે કહ્યું કે, 80 અને 60 રૂપિયા જે ભાવ છે એ જ લેવામાં આવશે. મલ્લિકાઅર્જુને તેની વાત નકારી કાઢી હતી. ચન્ના નાયકના આ વર્તનની જ્યારે વાળંદ મલ્લિકાઅર્જુન શેટ્ટીએ ફરિયાદ કરવાની કોશિશ કરી તો તેના દીકરાને માર મારવામાં આવ્યો અને તેની પાસેથી 5000 રૂપિયા પણ છીનવી લેવામાં આવ્યા. આ પછી તેની પાસેથી 50,000નો જુર્માનો લઈ તેને ગામમાંથી બહિષ્કૃત કરી દેવામાં આવ્યો. એમ કહીને કે તે SC-STના વાળ કાપતો હતો.

અર્થાત્ વાળંદ આત્મહત્યા કરવા સુધીનું કહે છે, એ તો દલિત છે પણ નહીં. જો તેની સ્થિતિ ત્યાં આવી હશે તો અન્ય SC/STના લોકોની સ્થિતિ કેવી હશે ? વાળંદ તો SC/ST કોઈ પણ સમુદાયમાંથી નથી. એ તો ફક્ત પોતાનો ધંધો કરે છે. વાળ કોના કાપવા એ પણ કોઈ બીજા નક્કી કરતા હોય તો આત્મનિર્ભરતાની વાત કરીને શું કરવું ?

આ ઘટના પરથી નીરવ પટેલની કવિતા યાદ આવી ગઈ.

જંતુ બનીને જીવવું ક્બૂલ છે-

મારે માણસ નથી બનવું.

મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-

હું અમીબા બનીને જીવીશ.

મારે નથી જોઇતી પાંખો –

મારે આકાશ નથી આંબવું.

હું પેટે ઢસડાઇશ-

સાપ ગરોળી થઇને.

ભલે ફંગોળાઉં આકાશે-

ઘાસ કે રજકણ બનીને.

અરે, હું ક્રુઝોના ટાપુ પર-

ફ્રાઇડે બનીને જીવીશ.

પણ મારે માણસ નથી બનવું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments