Homeગામનાં ચોરેઆ કારણે બંગાળની ચૂંટણી 20થી 25 દિવસ વહેલી યોજાશે

આ કારણે બંગાળની ચૂંટણી 20થી 25 દિવસ વહેલી યોજાશે

Team Chabuk-National-Desk : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી નિર્ધારિત 20થી 25 દિવસ પહેલા થઈ શકે છે. આમ કરવા પાછળનું કારણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા પદ્ધતિસર થઈ રહી છે પણ પરીક્ષાઓ પહેલા ચૂંટણીને પતાવવાની ચૂંટણી કમિશન તૈયારી કરી રહ્યું છે.

રિપોર્ટ મુજબ ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં બંગાળની ચૂંટણીની ઘોષણા ચૂંટણી આયોગ કરી શકે છે. સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી આયોગ 5મેથી પહેલા બંગાળમાં ચૂંટણીની પ્રક્રિયા સમાપ્ત કરી દેવા ઈચ્છે છે. જેથી હાલની સરકારનો કાર્યકાળ 30મે સુધીનો રહેશે. ચૂંટણી વહેલી સમાપ્ત થઈ જવાના કારણે વિદ્યાર્થીઓની પરીક્ષા શાંતિ પૂર્વક લેવાય શકે.

જણાવી દઈએ કે શિક્ષા મંત્રાલયે કહ્યું છે કે 10મી અને 12મી બોર્ડની પરીક્ષાઓ 4મેથી લઈને 10 જૂન સુધી ચાલશે. જોકે સીબીએસઈએ અત્યાર સુધી પરીક્ષા કાર્યક્રમ અને સમયની ઘોષણા નથી કરી. બંગાળના રાજનીતિક દળોની સાથે મુલાકાત સમયે ચૂંટણી આયોગે રાજ્યમાં જલદી ચૂંટણી કરવાના સંકેત આપી દીધા છે. ટીએમસીના સુત્રોએ જણાવ્યું કે પાર્ટી પણ ચૂંટણીની તૈયારી કરી રહી છે.

હાલમાં જ મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોડા અને બે અન્ય કમિશ્નર સુશીલ ચંદ્રા અને રાજીવ કુમારની સાથે બંગાળની બે દિવસની મુલાકાત પર છે. તેમની સાથે પશ્ચિમ બંગાળના પ્રભારી અને ઉપ ચૂંટણી કમિશ્નર સંદીપ જૈન પણ હાજર હતા. આ તમામ અધિકારીઓએ બંગાળની ચૂંટણીનું વિસ્તૃત પરીક્ષણ કર્યું હતું. બંગાળની ચૂંટણીને લઈને આજે ચૂંટણી આયોગની મીટીંગ પણ છે. જેમાં બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પણ સામેલ થશે.

ચૂંટણી આયોગ તરફથી મળેલી જાણકારી મુજબ કોરોના મહામારીના કારણે રાજ્યમાં ચૂંટણી વધારે તબક્કામાં કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર 7માંથી 8 તબક્કામાં ચૂંટણી થઈ શકે છે. 2016માં એપ્રિલ 4થી લઈને મે 5 સુધી કુલ 6 તબક્કામાં ચૂંટણી થઈ હતી. ચૂંટણી આયોગે પર્યાપ્ત સંખ્યામાં ઈવીએમ અને વીવીપેટ રાખવાનો વાયદો કર્યો છે. રાજ્યમાં પોલિંગ બુથની સંખ્યા પણ વધી ગઈ છે. ગત્ત ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં 78,903 સ્ટેશન હતા. જે આ વખતે વધીને 1,01,790 થઈ ગયા છે. જેથી ચૂંટણી આયોગની જવાબદારીમાં પણ વધારો થયો છે.

મુખ્ય ચૂંટણી આયુક્ત સુનીલ અરોડાએ રાજનીતિક દળોને વિશ્વાસ અપાવ્યો છે કે ચૂંટણી દરમિયાન રાજ્યમાં પોલીસકર્મીઓ ફરજ પર નિયુક્ત નહીં રહે. ચૂંટણીમાં મોટાભાગે CRPF અને CAPF જ હાજર રહેશે. આ પાછળનું કારણ ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે છેલ્લા કેટલાય દિવસથી ચાલી રહેલી હિંસાને માનવામાં આવી રહ્યું છે. ચૂંટણી સમયે કોઈ મોટો કાંડ ન સર્જાય જાય એ માટે CRPF અને CAPF જેવા સુરક્ષાબળોને ખડેપગે તૈનાત રાખવામાં આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments