Team Chabuk-National-Desk: દિવસે ને દિવસે દિલ્હીમાં ખેડૂતો આંદોલન વધુ ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતો ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાના મુદ્દે અડગ છે. બીજી તરફ સરકાર ખેડૂતોને સમજાવવાનો અથાગ પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકારે ખેડૂતોને આ ત્રણે કાયદા દોઢ વર્ષ માટે મોકૂફ રાખવાનો પ્રસ્તાવ આપ્યો હતો જો કે, ખેડૂતોએ કેન્દ્ર સરકારના આ પ્રસ્તાવને પણ ફગાવી દીધો હતો.
આ તમામ વાતો વચ્ચે ખેડૂત આંદોલનને વિખેરવા માટે ષડયંત્ર રચાયું હોવાનો આરોપ લાગ્યો છે. ખેડૂતોએ એક શખ્સને ઝડપીને પોલીસને સોંપ્યો છે. ખેડૂતોનો દાવો છે કે, આ શખ્સે તેની ટીમ સાથે મળીને ખેડૂત આંદોલન અને 26 તારીખે યોજાનારી ટ્રેક્ટર રેલીમાં ફાયરિંગનું આયોજન કર્યું હતું. એટલું જ નહીં એવો પણ દાવો છે કે, 24 તારીખે આ શખ્સો સ્ટેજ પર બેસનારા 4 ખેડૂતો પર ફાયરિંગ પણ કરવાના હતા.
ખેડૂતોએ શંકાસ્પદ શખ્સને પકડીને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. પકડાયેલા આ શંકાસ્પદ શખ્સે મીડિયા સમક્ષ કબૂલાત કરી હતી કે, અમને આ કામ માટે હથિયાર મળ્યા હતા. જ્યારે ખેડૂતો 26 તારીખે આગળ વધે ત્યારે પહેલાં તેમને રોકવાની કોશિશ કરવાની. જો ખેડૂતો તેમ છતાં ન રોકાય તો તેમના પર ફાયરિંગ કરવાનો ઓર્ડર હતો. અમારી દસ લોકોની ટીમ અમારી પાછળથી ફાયરિંગ કરવાની હતી. જેમાં દિલ્હી પોલીસને એવું લાગે કે ખેડૂતોએ ફાયરિંગ કર્યું છે.
Delhi: The person who revealed an alleged plot to shoot four farmer leaders and cause disruption during farmers’ tractor march on January 26 has been handed over to police. pic.twitter.com/ABNLo12JME
— ANI (@ANI) January 22, 2021
26 તારીખે જે રેલી યોજવાની છે તેમાં અડધા લોકો ઘરના જ હોવાના હતા. જે પોલીસના ડ્રેસમાં રહેવાના હતા. આ લોકોને વિખેરવા માટે. 24 તારીખે સ્ટેજ પર ચાર લોકો હશે તેને મારવાનું આયોજન પણ હતું. જે લોકોને મારવાના છે તેમના ફોટો અપાયા છે.
આ શખ્સે એવી પણ કબૂલાત કરી કે એક પોલીસકર્મી જ આ બધુ આયોજન કરી રહ્યો છે. શખ્સે કબૂલ્યું કે, જે અમને લોકોને શીખવે છે તેનુ નામ પ્રદીપ સિંહ છે. રાઈ પોલીસ સ્ટેશનનો એ SHO છે. તે જ્યારે પણ અમને મળવા આવે છે ત્યારે તેનું મોઢું ઢાંકેલું હોય છે. અમે તેનો બેચ જોયો હતો. જે લોકોને મારવાના હતા તેમનું નામ ખબર નથી. તેમના ફોટો જ છે.
ખેડૂત આગેવાનોએ કહ્યું કે, તેમના આંદોલન અને 26 તારીખે યોજાનારી ટ્રેક્ટર રેલીને સતત કમજોર કરવાની કોશિશ થઈ રહી છે. રેકી કરી રહેલાં આ શખ્સને ખેડૂતોએ ઝડપી લીધો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો ઉજાગર કરવા માટે તેને મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો અને ત્યારબાદ આ શખ્સને પોલીસને સોંપી દીધો હતો. ઝડપાયેલો શખ્સ વધુ ચોંકાવનારા ખુલાસા કરે તેવી શક્યતા છે. બીજી તરફ ખેડૂતોની માગણી છે કે, સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવે અને જવાબદાર તમામ લોકો સુધી પહોંચવામાં આવે.
હાલ ખેડૂતો ટ્રેક્ટર રેલીનું આયોજન કરી રહ્યા છે. 26 તારીખે યોજાનારી ટ્રેક્ટર પરેડ માટે ખેડૂતોએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ખેડૂત આગેવાનો રેલીમાં ખેતીના ઓજાર સામેલ કરવાનું વિચારી રહ્યા છે. તાજેતરમાં જ મળેલી બેઠકમાં દિલ્હી કૂચ દરમિયાન ખેડૂતોએ હળ લઈને પગપાળા જ ચાલવાનો નિર્ણય કર્યો છે.
26 જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ ઐતિહાસિક હશે. તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જ્યાં કોઈ અભાવ છે, તે દૂર કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોનું મુખ્ય સાધન હળ છે અને તે આંદોલનનો મહત્વપૂર્ણ ભાગ છે. જો ખેડૂત પોતાના હળ લઈને પરેડ કરવા ઈચ્છી રહ્યો છે તો તે કોઈ અપરાધ નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત