Team Chabuk-Cinema Desk: મંગળવારની મોડી રાત્રે અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલ બોટમનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમાર છે, લારા દત્તા છે, વાણી કપૂર છે અને હુમા કુરૈશી છે. સૌથી વધારે ચર્ચામાં છે ફિલ્મ ઉદ્યોગમાંથી છેલ્લા કેટલાય સમયથી ગાયબ એવી ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિની પત્ની લારા દત્તા. પહેલી વખત લારા કોઈ નવા અવતારમાં જોવા મળી રહી છે. આ માટે લારાનો નહીં પણ લારાના મેકઅપ આર્ટિસ્ટનો આભાર માનવો રહ્યો. સોશિયલ મીડિયા પર તો ટીપ્પણીઓનું ભરપૂર પૂર આવી ચૂક્યું છે કે, મેકઅપ આર્ટિસ્ટને લાખ લાખ અભિનંદન.
સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર એક અંડરકવર એજન્ટ બન્યા છે. જેનું નામ છે બેલ બોટમ. ફિલ્મ એક જાસૂસી મિશન પર આધારિત છે. જે રીતે અક્ષયની અગાઉની બેબી અને નામ શબાના ફિલ્મ હતી. અક્ષયનો લૂક પણ થોડો ઘણો મળતો આવી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરનાં શરૂઆતના દૃશ્યમાં ઈન્દિરા ગાંધી દેખાય છે. ઈન્દિરા ગાંધી બીજું કોઈ નહીં પણ લારા દત્તા બની છે અને કોઈ પણ એન્ગલથી લાગી નથી રહ્યું કે એ લારા દત્તા છે. ટ્રેલરમાં અવાજથી એવું લાગે પણ બાદમાં અંગ્રેજી સ્પીચ આપતા અવાજ પણ બદલેલો લાગે છે.
લારાનો આ લૂક તૈયાર કરવા માટે પ્રોસ્થેટિક્સનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી તે ઓળખાઈ નથી રહી. ટ્રેલર લોન્ચ થયું ત્યારે ફેન્સને ઈન્દિરા પાછળ લારા દત્તા છે તેની ખબર જ ન પડી. જ્યારે ટ્રેન્ડિંગ થયું ત્યારે જાણનારાઓને આંચકો લાગ્યો કે આ બીજું કોઈ નહીં લારા દત્તા છે. લારા દત્તા ગઈકાલથી ટ્વીટર પર ટ્રેન્ડ કરી રહી છે. ફેન્સની એક જ માગણી છે કે મેકઅપ આર્ટિસ્ટને નેશનલ એવોર્ડ આપી દો.
ટ્વવીટર પર વાતો થાય છે કે, ‘આ લારા દત્તા છે? આપણી મિસ યુનિવર્સ? તમે ઓળખો છો? આ કોણ છે? મેકઅપ આર્ટિસ્ટને નેશનલ એવોર્ડ આપી દો.’ ખોવાયેલી લારા દત્તા ઈન્દિરાના લૂક અને મેકઅપ આર્ટિસ્ટનાં કારણે ટ્વીટર પર ટ્રેન્ડિંગ કરી રહી છે. 19 ઓગસ્ટે તમને લારાનો અભિનય જોવા મળશે. અક્ષય કુમારે એ પણ જણાવ્યું છે કે બેલ બોટમ થ્રીડીમાં રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરને જોતા અક્ષય તેની ગત કેટલીક ફિલ્મો કરતા અસરદાર લાગી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત