Homeસિનેમાવાદઠગ સાથેની દોસ્તી ભારે પડીઃ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત,...

ઠગ સાથેની દોસ્તી ભારે પડીઃ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત, જેલમાં બંધ સુકેશે આપી હતી કરોડોની ગિફ્ટ

Team Chabuk-Entertainment Desk: બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્મેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. જેલમાં બંધ રહેલા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના સંબંધોના કારણે જેક્લીન ફર્નાન્ડિંઝની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈડીએ જેક્લીન ફર્નાન્ડિઝની 7.27 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. આ સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી ખંડણીના એક કેસમાં કરવામાં આવી છે. જપ્ત કરેલી સંપત્તિમાંથી 7.12 કરોડ રૂપિયા ફિક્સ ડિપોઝિટના રૂપમાં છે. આ કેસમાં ED સહિત અનેક એજન્સીઓ તપાસ કરતી હતી. કહેવાય છે કે જેકલીનની જપ્ત કરેલી સંપત્તિમાં 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ્સ પણ સામેલ છે. આ પહેલાં 5 ડિસેમ્બર, 2021ના રોજ જેકલીને દેશની બહાર જવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે એક્ટ્રેસને મુંબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. EDએ જેકલીન વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ ઇશ્યૂ કરી છે.

ઠગ સુકેશે આપી હતી જેક્લીનને ગિફ્ટ

સુકેશે જેકલીન ફર્નાન્ડિઝને 5.71 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી હતી. સુકેશે જેકલીનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જીમ વેર, એક જોડી લુઇ વીટનના શૂઝ, બે જોડી હીરાની ઇયરરિંગ્સ, માણેકનું બ્રેસલેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસલેટ, 15 જોડી ઇયરરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, 9 લાખની કિંમતની એક એવી ચાર પર્શિયન બિલાડી, 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં સુકેશે જેકલીનની માતાને પોર્શે કાર તથા 1.8 લાખ ડોલર આપ્યા હતા. સુકેશે ઓસ્ટ્રેલિયામાં રહેતા જેકલીનના ભાઈને પણ 15 લાખ રૂપિયા આપ્યા હતા.

જાણો કોણ છે સુકેશ

સુકેશ ચંદ્રશેખર કર્ણાટકના બેંગલુરુનો રહેવાસી છે. મોજશોખથી જીવન જીવવા માટે સુકેશે 17 વર્ષની ઉંમરે જ લોકોને ઠગવાનું કામ શરૂ કરી દીધું હતું. બેંગલુરુમાં લોકો સાથે છેતરપિંડી કર્યા બાદ તેણે ચેન્નાઈ અને અન્ય શહેરોમાં પણ લોકોને ઠગ્યા હતા. કહેવાય છે કે સુકેશ મોટા રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ અને મોટી હસ્તીઓને જ પોતાના શિકાર બનાવતો હતો. સુકેશ હાઈ-પ્રોફાઈલ લોકોને ફોન કરીને ખુદને મોટો સરકારી અધિકારી ગણાવતો હતો. 2007માં તેણે ખુદને મોટો સરકારી અધિકારી ગણાવીને બેંગલુરુ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કામ કરાવવાના બદલામાં 100થી વધુ લોકોની સાથે છેતરપિંડી કરી હતી. આ મામલે સુકેશની ધરપકડ પણ થઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી સુકેશે ફરી લોકો સાથે છેતરપિંડી કરવાનું કામ ચાલુ રાખ્યું. સુકેશ પર 30થી વધુ કેસો નોંધાયેલા છે. કહેવાય છે કે તામિલનાડુમાં તે ખુદને પૂર્વ મુખ્યમંત્રીનો પુત્ર ગણાવતો હતો. તે ખુદને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી વાયએસઆર રેડ્ડીનો ભત્રીજો ગણાવીને પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી ચૂક્યો છે.

EDના અનુસાર, સુકેશ અને જેકલીન વચ્ચે જાન્યુઆરી 2021માં વાતચીત શરૂ થઈ. તિહાડ જેલમાં કેદ હોવા છતાં પણ સુકેશ ફોન પર જેકલીન સાથે વાત કરતો હતો. EDએ પોતાની ચાર્જશીટમાં જણાવ્યું છે કે જેકલીન ફર્નાન્ડિઝને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ્સ આપી હતી. સુકેશે એવો પણ દાવો કર્યો છે કે તે જેકલીન સાથે રિલેશનમાં રહ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments