Team Chabuk-National Desk: હરિયાણાના સોનીપત જિલ્લામાં સિંધુ બોર્ડર પર ગત અઠવાડિયે પંજાબના યુવક લખબીરની જઘન્ય હત્યા કરી નાખી હતી. આ નૃશંસ હત્યામાં પોલીસને હજુ ત્રણ આરોપીની તલાશ છે. આ ત્રણેના નામ સરેન્ડર કરી ચૂકેલા ત્રણે નિહંગોએ પૂછપરછ દરમ્યાન જણાવ્યા હતા. પોલીસની ટીમ મંગળવારના રોજ આ ત્રણે આરોપીઓની શોધખોળ કરવા માટે સિંધુ બોર્ડર પર પહોંચી હતી, પણ તે હાથ નહોતા આવ્યા.
પોલીસે આત્મસમર્પણ કરનારા નિહંગ ભગવત સિંહ અને ગોવિંદપ્રીતના કેટલાક અન્ય કપડાં પણ ડેરામાંથી કબ્જામાં લીધા છે. મંગળવારના રોજ સોનીપત પોલીસે ચારેય આરોપીઓને સાથે લઈ કેટલાક સ્થળો પર નિશાનની પ્રક્રિયા પણ પૂર્ણ કરાવી હતી.
સિંધુ બોર્ડર પર 15 ઓક્ટોબરના રોજ દશેરાની સવારે લખબીર સિંહની હત્યામાં ચાર નિહંગોએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં નિહંગ નારાયણસિંહ, સરબજીતસિંહ, ભગવતસિંહ અને ગોવિંદપ્રીતે પોલીસની સામે સરેન્ડર કર્યું હતું. વારદાતની કડીઓને જોડવા માટે પોલીસ આ ચારેને રિમાન્ડ પર લઈ પૂછતાછ કરી રહી છે. ચારે નિહંગોએ જણાવ્યું હતું કે, તેમની સાથે અન્ય ત્રણ લોકો પણ હતા.
આ ત્રણ પણ નિહંગો જ છે અને ત્રણે સિંધુ બોર્ડર પર જ ડેરામાં રહે છે. નિહંગોએ આ ત્રણેના નામ પણ પોલીસ ઓફિસરોને બતાવ્યા હતા. પણ તેમનો ખુલાસો કરવામાં આવ્યો નથી. મંગળવારના રોજ આ ત્રણેની ધરપકડ કરવા માટે કુંડલી પોલીસ સ્ટેશનની એક ટૂકડી સિંધુ બોર્ડર પર નિહંગોના ડેરામાં પહોંચી હતી, પણ ત્રણે ત્યાં મળ્યા નહોતા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત