Team Chabuk – Ajab Gajab Desk : કોઈ પણ દેશને સુચારૂ રૂપથી ચલાવવા માટે સારો કાયદો અને વ્યવસ્થા હોવી ખુબ જ જરૂરી છે. જો સારી વ્યવસ્થા હોય તો તેના પાલન દ્વારા ક્રાઈમ ઘટશે, દેશનો વિકાસ થશે. બીજી તરફ જો કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હશે તો સમાજ માટે પરેશાની બની જાશે. જો કે, તમે ક્યારેય વિચાર્યું એવું છે કે, કેટલાક કાયદાઓ જ સમાજ માટે પરેશાની બની ગયા હોય? દુનિયામાં કેટલાય એવા દેશ છે જ્યાં આવા જ કેટલાક કાયદાઓ છે જે લોકો માટે પરેશાનીનું કારણ બન્યા છે. આજે કેટલાક એવા જ કાયદાઓ વિશે વાત કરીએ જેને જાણીને તમને આશ્ચર્ય થશે.
ટોયલેટમાં ફ્લશ કરવું ગેરકાયદેસર
આ અનોખો કાયદો બનાવનારો દેશ છે સ્વિત્ઝર્લેન્ડ. જો તમે સ્વિત્ઝર્લેન્ડમાં છો અને કોઈ એપાર્ટમેન્ટમાં રહો છો તો તમે રાત્રે 10 વાગ્યા પછી ટોયલેટમાં ફ્લશ નથી કરી શકતા પછી તે તમારું જ ઘર કેમ ન હોય. સરકાર આને ધ્વની પ્રદૂષણ માને છે. આ ઉપરાંત તમે રાત્રે દસ વાગ્યા પછી સ્નાન પણ નથી કરી શકતા. એવું પણ માનવામાં આવે છે કે, ફ્લશ અને ન્હાવવાના પાણીના અવાજથી આડોશી-પાડોશીની ઉંઘ ખરાબ થાય છે.
સ્મિત ગાયબ થયુ તો દંડ થઈ શકે છે.
જો તમે ઈટલીના મિલાન શહેરમાં છો તો તમારા ચહેરા પર દરેક સમયે સ્મિત જરૂરી છે. માત્ર અંતિમ સંસ્કાર અને હોસ્પિટલમાં ઉદાસ રહેવાની છૂટ આપવામાં આવી છે. આ સિવાય તમે જો ક્યાંય ઉદાસ જોવા મળ્યા કે તમારા ચહેરા પરથી સ્મિત ગાય બ થયું તો દંડ થઈ શકે છે.
બ્લૂ જીન્સ પર પ્રતિબંધ
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની તાનાશાહીથી આપણે લોકો અવગત છીએ. કીમ જોંગ ઉન પોતાના દેશમાં અવનવા કાયદાઓ લાવતો રહે છે. તેના માટે તે અવારનવાર ચર્ચામાં રહે છે. જો કે, ઉત્તર કોરિયામાં એક એવો કાયદો પહેલાંથી જ છે જેનાથી મોટા ભાગના લોકો અજાણ છે. કોરિયામાં તાનાશાહ કિમ જોંગ ઉને બ્લૂ જીન્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉત્તર કોરિયામાં કોઈ બ્લૂ જીન્સ નથી પહેરી શકતું. પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી બચાવવા માટે ઉત્તર કોરિયામાં આ રંગનું જીન્સ પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
ચિંગમ ચાવવા પર પ્રતિબંધ
ચિંગમનું નામ પડે એટલે આપણે અલગ અલગ ફ્લેવર યાદ આવી જાય. અનેકવાર આપણે ક્રિકેટમાં ખેલાડીઓને ચિંગમ ચાવતા જોયા હોય છે. પરંતુ એક દેશ એવો છે જ્યાં ચિંગમ ચાવવાની સખ્ત મનાઈ છે. આવું કરવા પર તમે જેલમાં પણ જઈ શકો છે. આ દેશ છે સિંગાપોર એટલું જ નહીં અહીં ચિંગમ લઈ જવા પર પણ પ્રતિબંધ છે. ચિંગમથી દિવાલો, બસની સીટ કે અન્ય વસ્તુને ભારે નુકસાન થઈ શકે છે. આ જ કારણોસર અહીં ચિંગમ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
પેટ્રોલ પરૂ થયું તો થઈ શકે છે દંડ
જો તમે જર્મનીમાં છો અને હાઈવે પર લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો કારની ટાંકી ફૂલ કરાવી લે જો. કારણે કે, જો હાઈવે પર પેટ્રોલ પુરૂ થયું તો તમારે દંડ ભરવો પડી શકે છે. આવો કાયદો લાવવાનું કારણ અહીની ટ્રાફિક સમસ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત