HomeસિનેમાવાદHappy Birthday Salman Khan: 57 વર્ષનો થયો સલમાન, આટલા કરોડનો માલિક છે,...

Happy Birthday Salman Khan: 57 વર્ષનો થયો સલમાન, આટલા કરોડનો માલિક છે, કાર અને બાઈક્સનું કલેક્શન પણ છે જોરદાર

Team Chabuk-Entertainment Desk: બોલિવુડનો ‘દબંગ’ સલમાન ખાન 57 વર્ષનો થઈ ગયો છે. પોતાના જન્મદિવસ નિમિત્તે સલમાને પોતાના પરિવાર અને મિત્રો માટે એક પાર્ટીનુ આયોજન કર્યું હતું. જેમાં ફિલ્મજગતના જાણીતા ચહેરાઓ હાજર રહ્યા. સલમાન ખાનને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે શાહરુખ ખાન પણ પહોંચ્યો હતો.

સલમાન ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ત્રણ દશકથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે. જેમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેની મહેનત અને લોકપ્રિયતાના કારણે જ તે કમાણીની બાબતમાં પણ ખુબ જ આગળ છે. સલમાનના જન્મદિવસ પર એક નજર તેની સફળતા પર.

મીડિયા રિપોર્ટ મુજબ બૉલિવૂડના સુલતાન એટલે કે સલમાન ખાન પાસે 3000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. સલમાન ખાન ફિલ્મોમાં હીરો તરીકે કામ કરે છે એટલુ જ નહિ તે ટીવીના પ્રખ્યાત રિયાલિટી શો બિગ બૉસને પણ હોસ્ટ કરે છે. માત્ર ભારતમાં જ નહીં સલમાન ખાનની દુબઈમાં ઘણી જગ્યાએ લક્ઝરી પ્રોપર્ટી છે.

સલમાન ખાનનુ મહારાષ્ટ્રના પનવેલમાં 150 એકરમાં ફેલાયેલુ આલીશાન ફાર્મહાઉસ છે. આ લક્ઝરી ફાર્મહાઉસમાં સ્વિમિંગ પૂલથી લઈને જિમ અને અન્ય તમામ વૈભવી સુવિધાઓ ઉપલબ્ધ છે. સલમાન ખાન અવારનવાર અહીં પોતાના નજીકના લોકો સાથે મસ્તી કરવા પહોંચે છે. આ ફાર્મ હાઉસના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. આ સિવાય સલમાન ખાન પાસે દુબઈમાં ધ એડ્રેસ ડાઉનટાઉન, બુર્જ ખલીફા પાસે એક વૈભવી પ્રોપર્ટી પણ છે.

સલમાન પાસે કારનું પણ સારું કલેક્શન છે. રેન્જ રોવર, બીએમડબ્લ્યુ સીરિઝથી લઈને ઑડી સુધીની ઘણી લક્ઝરી કાર છે. તેની પાસે બીએમડબ્લ્યુ સીરિઝની 3 કાર – બીએમડબ્લ્યુ એક્સ6, બીએમડબ્લ્યુ એમ3 અને બીએમડબ્લ્યુ એમ5 છે. આ ઉપરાંત તે ઑડી ક્યુ7, ઑડીએ8, ઑડી આરએસ7, રેંજ રોવર મર્સીડિઝ બેંઝ, ટોયોટા લેંડ ક્રૂઝર અને લેક્સસના પણ માલિક છે. જ્યારે સલમાને લિમિટેડ એડિશન સુઝુકી ઈટ્રુડર એમ1800 આરજેડ, સુઝુકી જીએસએક્સ-આ 1000 જેડ, સુઝીકી હાયાબુઝા અને યામાહા આર1 બાઈક પણ છે.

સલમાન ખાન છેલ્લે ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યો હતો. આમાં તેણે એક્સટેંડેડ કેમિયો ભજવ્યો હતો. આ સિવાય સલમાન ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. હાલમાં જ તેનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. જેમાં સલમાન ખાન અને કેટરીના કૈફની જોડી જોવા મળી હતી. આ ફિલ્મ સિવાય સલમાન ખાન તેની હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં પણ જોવા મળશે.અગાઉ ટાઇગર 3 ઇદ પર રિલીઝ થવાની હતી, પરંતુ પછી કિસી કા ભાઇ કિસી કી જાન મુલતવી રાખવાને કારણે ટાઇગર 3 પણ ઇદથી દિવાળી સુધી મુલતવી રાખવામાં આવી હતી. વળી, દબંગ 4 પણ પાઈપલાઈનમાં હોવાની ઘોષણા અરબાઝ ખાન કરી ચૂક્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments