Team Chabuk-National Desk: પ્રધાનમંત્રી મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને તેમના પરિવારનો કર્ણાટકના મૈસૂરમાં અકસ્માત થયો હોવાના અહેવાલ છે. પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી અને પરિવાર મૈસૂર નજીક બંદિપુર પ્રવાસે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓનો અકસ્માત થયો હોવાના સમાચાર આવ્યા છે. પ્રહલાદ મોદી પોતાના દીકરા, પુત્ર વધુ અને પત્ની સાથે પ્રવાસે જઈ રહ્યા હતા. કર્ણાટકના મૈસૂર નજીક બંદિપુરા તેઓ જઈ રહ્યા હોવાની માહિતી મળી છે અને આ પ્રવાસ દરમિયાન ક્ડકોલા નજીક તેઓનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં તેઓના પુત્ર અને પુત્રવધૂ પણ કારમાં હાજર હતા. તેઓ પોતાની કારમાં પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો.
અકસ્માત બાદ તમામ પરિવારજનોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. કર્ણાટકના મૈસૂર નજીક બંદિપુરા તેઓ જઈ રહ્યા હોવાની માહિતી મળી છે અને આ પ્રવાસ દરમિયાન ક્ડકોલા નજીક તેઓનો અકસ્માત થયો હતો.
કર્ણાટકમાં મંગળવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારને અકસ્માત નડ્યો હતો. કારમાં પ્રહલાદ મોદી સહિત તેમના પુત્ર મેહુલ મોદી, પુત્રવધૂ જીનલ મોદી અને પૌત્ર મહાર્થ મોદી સહિત 5 લોકો સવાર હતા. દરેક વ્યક્તિ ઘાયલ થયા છે. અકસ્માતમાં કારની ડ્રાઇવર સાઇડ મોટું નુકસાન થયું છે. તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈની હાલત ગંભીર નથી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
