Homeગામનાં ચોરેમેળામાં નગ્ન થઈ યુવતીઓ નાચે જે ગમી જાય તેની સાથે રાજા લગ્ન...

મેળામાં નગ્ન થઈ યુવતીઓ નાચે જે ગમી જાય તેની સાથે રાજા લગ્ન કરી લે…

દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીના એક દેશ એસ્વાતિનીના પ્રધાનમંત્રી એમ્બ્રોસ ડલામિનીનું નિધન થોડા દિવસ પહેલાં કોરોનાના કારણે થયું છે. 11 લાખ 65 હજાર 710ની વસ્તી ધરાવતા આ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 7 હજાર 93 કેસ નોંધાયા છે. અને કુલ 135 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે જેમાં એસ્વાતિનીના વડાપ્રધાન પણ સામેલ છે. હાલ અહીં 380 જેટલા એક્ટીવ કેસ છે.

દેશના 63 ટકા લોકો ગરીબ

એસ્વાતિની દેશ પોતાના રંગીન રાજાના કારણે અવારનવાર ચર્ચામાં આવતો રહે છે. દક્ષિણ આફ્રિકાનો આ દેશ નાનો છે પણ તે અહીંની પરંપરા અને તેમના રાજાના કારણે ચર્ચાનો વિષય બનતો જ રહે છે. અહીં રાજાશાહી છે. આ દેશની કુલ વસ્તીના 63 ટકા લોકો ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે જોકે, રાજા હંમેશા ફૂલ મોજમાં જ રહે છે.

રંગીન મિજાજી રાજા

એસ્વાતિની પર હાલ મસ્વાતિની ત્રીજો રાજ કરી રહ્યો છે. રાજા મસ્વાતિની પોતાના રંગીન મીજાજના કારણે જાણીતો છે. મસ્વાતિની ત્રીજાની કુલ 15 પત્નીઓ છે અને 30 બાળકો છે. ગરીબ દેશના આ રાજાની ગણતરી અમીર રાજાઓમાં થાય છે. એટલે કે ગરીબ દેશનો અમીર રાજા ! મસ્વાતિની કુલ સંપત્તિ 200 મિલિયન ડૉલર છે. રાજા પોતાની પત્નીઓના શોખ પૂરા કરવામાં પણ કોઈ કસર છોડતો નથી. રાણીઓ માટે મેસ્વાતિએ 13 આલિશાન મહેલ બનાવ્યા છે.

રાજાના પિતાને હતી 125 રાણી

એસ્વાતિનું નામ પહેલાં સ્વાઝિલેન્ડ હતું. જો કે, રાજાએ 2018માં દેશની આઝાદીના 50 વર્ષ પૂરા થવા પર દેશનું નામ બદલીને સ્વાઝિલેન્ડમાંથી પોતાના નામ મસ્વાતિ પરથી જ એસ્વાતિની રાખી દીધુ. એસ્વાતિનીને રાજા સસ્વાતીના પિતા સોભુજા દ્વિતીયએ વર્ષ 1968માં આઝાદી અપાવી હતી. રાજા સોભુજાને 125 રાણીઓ
હતી.

દર વર્ષે રાણીની સંખ્યા વધે છે !

આ દેશની એક આશ્ચર્યજનક પરંપરા છે જેના કારણે દર વર્ષ રાજાની એક રાણી વધી જાય છે. ક્યારેક વર્ષમાં એક કરતાં વધુ રાણી પણ. અહીં દર વર્ષે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં એક મેળો ભરાય છે. જેને ઉમ્હલાંગા સેરેમની તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ ધામધૂમથી ઉજવાતા આ તહેવારમાં 10 હજારથી વધુ કુંવારી યુવતીઓ ભાગ લે અને રાજા અને પ્રજા સામે અર્ધનગ્ન થઈને નૃત્ય કરે છે. આ 10 હજાર યુવતીઓમાંથી જે યુવતી રાજાને ગમી જાય તે જ રાજાની નવી રાણી.

મસ્વાતિની ભારત મુલાકાત

2015માં રાજા મસ્વાતિ ભારતના મહેમાન બન્યા હતા. તે પણ પૂરી પલ્ટન સાથે. રાજા સાથે તેમની 15 રાણીઓ તેમના બાળકો અને 100 જેટલા નોકર પણ હતા. રાજા અને તેમની પલ્ટન માટે દિલ્હીની ફાઈવસ્ટાર હોટલમાં 200 રૂમ બૂક કરાવ્યા હતા. 2015માં ભારત-આફ્રિકા શિખર સંમેલન યોજાયું હતું જેમાં ભાગ લેવા માટે રાજા સહપરિવાર ભારતના મહેમાન બન્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજા સાથે મુલાકાત કરી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments