HomeતાપણુંNCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ આપમાં જોડાયા, વિરમગામ બેઠક પર હાર્દિક...

NCPમાંથી રાજીનામું આપ્યા બાદ રેશ્મા પટેલ આપમાં જોડાયા, વિરમગામ બેઠક પર હાર્દિક સામે ચૂંટણી લડે તેવી શક્યતા

Team Chabuk-political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણીઓના રંગ બદલાઈ રહ્યા છે. નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. ત્યારે એનસીપીના વધુ એક નારાજ નેતાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. NCPના ગુજરાતના મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલે (reshma patel) પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે અને આજે તેઓ આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ ગયા છે.

આજ રોજ આમ આદમી પાર્ટીના સાંસદ સભ્ય રાઘવ ચઢ્ઢાની ઉપસ્થિતિમાં રેશ્મા પટેલે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે.  આ તકે રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, સુરતના ઉમેદવારનુ ભાજપે અપહરણ કર્યુ છે. રેશ્મા પટેલ એનસીપીના મહિલા મોરચાના અધ્યક્ષ રહ્યા અને તેઓ હવે આપમાં જોડાયા છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે રેશમા પટેલ પાટીદાર આંદોલનનો ચેહરો છે. સામાજિક કાર્યો થકી તેમણે સેવા કરી છે અને આજે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 

આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રેશ્મા પટેલ હાર્દિક પટેલ સામે વિરમગામથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટી રેશ્મા પટેલને વિરમગામ બેઠક પર ભાજપના હાર્દિક પટેલ સામે મેદાનમાં ઉતારી શકે છે. જો આવું થાય તો પાટીદાર અનામત આંદોલનના બે ચહેરા સામ-સામે આવી શકે છે અને વિરમગામ બેઠક પર ચૂંટણીનો જંગ રસપ્રદ બની શકે છે.

મહત્વનું છે કે, આ પહેલા રેશ્મા પટેલે એનસીપીમાંથી ગોંડલ બેઠક પર ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. પરંતુ એનસીપીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરી લેતાં એનસીપીએ ગોંડલ બેઠક પર રેશ્મા પટેલને મેન્ડેટ આપ્યું ન હતું. અને કોંગ્રેસના ઉમેદવારને ગોંડલ બેઠક પર ઉતાર્યા હતા. જેથી રેશ્મા પટેલે પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments