Homeતાપણુંભાજપના ગુંડાઓ સુરત ઈસ્ટના આપના ઉમેદવારને ઉઠાવી ગયાનો ઈસુદાનનો આરોપ

ભાજપના ગુંડાઓ સુરત ઈસ્ટના આપના ઉમેદવારને ઉઠાવી ગયાનો ઈસુદાનનો આરોપ

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, સુરત ઈસ્ટ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવારને ભાજપે કિડનેપ કરી લીધા છે.

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો હતો કે, સુરત ઈસ્ટના આપના ઉમેદવાર કંચન જરીવાલાને પરિવાર સહિત ભાજપવાળા ઉઠાવી ગયા’ ઈસુદાને કહ્યું કે,  ભાજપના નેતાઓ છેલ્લા કેટલાક દિવસથી કંચન જરીવાલાની પાછળ પડી ગયા હતા અને આજે તેઓ ગુમ છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપના ગુંડાઓએ તેમને ઉઠાવી લીધા છે. તેમનો પરિવાર પણ ગુમ છે. તો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ટ્વિટ કરીને આ અંગે ભાજપ પર આરોપ લગાવ્યો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments