Team Chabuk-National Desk: જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી (Central Government Employee’s) અથવા પેન્શનર્સ (pensioners) છો તો તમારા માટે ખુશીના સમાચાર છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employee’s) અને પેન્શનર્સને (pensioners) કેન્દ્ર સરકારે રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 1.12 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને રાહત આપતી જાહેરાત કરવામાં આવી છે. સરકારે કરેલી આ જાહેરાતથી 52 લાખ કેન્દ્રીય કર્મચારી અને 60 લાખ કેન્દ્રીય પેન્શનર્સને લાભ થવાનો છે. સરકારે કરેલી આ જાહેરાતમાં મોંઘવારી ભથ્થુ (DA), મોંઘવારી રાહત (DR) વગેરે જેવી સવલતો છે. અગાઉ મોંઘવારી ભથ્થુ (DA) સહિતના મુદ્દાઓને લીને કેન્દ્રીય કર્મચારીના પ્રતિનિધિ મંડળે સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. પરંતુ કોરોના મહામારીના કારણે જાહેરાતો કરવામાં વિલંબ થયો હતો જેથી કર્મચારીઓએ આ અંગે ઝડપથી યોગ્ય નિર્ણય લેવા માટે રજૂઆત કરી હતી.
મોંઘવારી ભથ્થુ (DA) અને મોંઘવારી રાહત (DR) મળી શકે
કેન્દ્રીય નાણામંત્રીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે જુલાઈ મહિનાથી સાતમા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થુ (DA) અને મોંઘવારી રાહત (DR) આપવામાં આવશે પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમએ દાવો કર્યો છ કે સપ્ટેમ્બર મહિનાના પગારમાં મોંઘવારી ભથ્થુ (DA) અને મોંઘવારી રાહત (DR) મળી શકે છે.
હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA) અંગે નવી ગાઈડલાઈન
કેન્દ્ર સરકાર દ્વારા હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA) અંગે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જુલાઈ 2020માં કેન્દ્ર સરકારે હાઉસ બિલ્ડિંગ એડવાન્સ (HBA) વ્યાજદરોમાં 7.9 ટકાનો વધારો કર્યો હતો. આ નવા વ્યાજદર 31 માર્ચ 2022 સુધી કાર્યરત રહેશે.
યાત્રા ભથ્થુ (TA) અંગે નવો નિયમ
કેન્દ્ર સરકારના નિવૃત્ત થયેલા કર્મચારીઓને હવે 180 દિવસ સુધીમાં તેમનું યાત્રા ભથ્થુ એટલે કે TA વિવરણ જમા કરાવવાનું રહેશે. પહેલા આ સમયગાળો 60 દિવસનો હતો. હવે નવા નિયમો 15 જૂનથી લાગુ થઈ ગયા છે.
બેંકના ધક્કા નહીં થાય
કેન્દ્ર સરકારે પેન્શનર્સને મોટી રાહત આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે લીધેલા આ નિર્ણયથી પેન્શનર્સ બેંકના ધક્કા નહીં ખાવા પડે. કર્મચારીઓને ઈ-મેલ, વોટ્સએપ, એસ.એમ.એસ. દ્વારા પેન્શનની સ્લિપ મળી શકશે.
પેન્શન અંગે રાહત
કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય એ પણ લીધો છે કે પારિવારિક પેન્શનના નિયમ મુજબ હવે કોઈ કર્મચારીનું મૃત્યુ થાય તો મૃત્યુ પ્રમાણપત્ર મળતા જ પેન્શનની શરૂઆત થઈ જશે. બાકીની ઔપચારિકતા ત્યારબાદ પણ સમાપ્ત કરી શકાશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત