Team Chabuk-National Desk: MI-17V5 હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનાના સૌથી સુરક્ષિત હેલિકોપ્ટરમાંથી એક માનવામાં આવે છે. ભારતે રશિયા પાસેથી 80 MI-17V5 હેલિકોપ્ટરની ખરીદી કરી હતી. 2011માં આ હેલિકોપ્ટર ભારતને મળવાના શરૂ થયા અને 2018માં પૂર્ણ થયા. જોકે ગત પાંચ વર્ષની જો વાત કરવામાં આવે તો આજની દુર્ઘટનાની સાથે કુલ છ વખત આ હેલિકોપ્ટર ક્રેશ થઈ ચૂક્યું છે.
અરુણાચલ પ્રદેશ 18 નવેમ્બર 2021
18 નવેમ્બરના રોજ વાયુસેનાનું આ હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં લેન્ડિગ કરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જોકે પાંચે ક્રૂ મેમ્બર સુરક્ષિત બચી ગયાં હતાં અને તેમને નજીવી ઈજાઓ પહોંચી હતી. આ દુર્ઘટના એવા સમયે થઈ હતી જ્યારે હેલિકોપ્ટર એર મેન્ટેનન્સ ચાર્જ કરી રહ્યું હતું. દુર્ઘનાના કારણોની તપાસ માટે એક કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
કેદારનાથ ધામ, 23 સપ્ટેમ્બર 2019
અગાઉ 2018માં કેદારનાથમાં જ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે પછી દુર્ઘટનાગ્રસ્ત થવાની આ બીજી ઘટના હતી. 23 સપ્ટેમ્બર 2019ની સવારે ટેકઓફ કરતા સમયે ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરના પાયલટ સહિત છ લોકોનો જીવ બચી ગયો હતો. હેલિકોપ્ટર કેદારનાથથી ગુપ્તકાશી જવા માટે પ્રવાસ કરવા માટે જઈ રહ્યું હતું.
જમ્મુ કાશ્મીર, 27 ફેબ્રુઆરી 2019
27 ફેબ્રુઆરી 2019ની સવારે દસ વાગ્યે જમ્મુ કાશ્મીરના બડગામ જિલ્લામાં વાયુ સેનાનું MI-17 ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં વાયુસેનાના છ અધિકારીઓ સહિત એક નાગરિકનું પણ મૃત્યુ થઈ ગયું હતું. તપાસમાં સામે આવ્યું કે આ હેલિકોપ્ટર લાપરવાહીના કારણે પોતાની જ મિસાઈલનું શિકાર બની ગયું હતું. આ દુર્ઘટનામાં કેટલાય અધિકારીઓની વિરૂદ્ધ કાર્યવાહી થઈ હતી.
કેદારનાથ ધામ 3 એપ્રિલ 2018
ત્રણ એપ્રિલ 2018ના રોજ ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં વાયુસેનાનું MI-17 દુર્ઘટનાગ્રસ્ત થયું. ગુપ્તકાશીથી પુન:નિર્માણ સામગ્રી લઈને આવી રહેલું હેલિકોપ્ટર હેલિપેડથી માત્ર 60 મીટરની દૂરી પહેલા જ દુર્ઘટનાનું શિકાર બન્યું. આ હેલિકોપ્ટરમાં છ લોકો સવાર હતા, જેમાંથી એકને જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાકીની ટીમ સુરક્ષિત રહી હતી.
અરુણાચલ પ્રદેશ 6 મે 2017
6 મે 2017ના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગની પાસે વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર ઉડાન ભરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં પાંચ જવાન શહીદ થયા હતા અને બે અન્ય લોકોના પણ જીવ ગયા હતા. વાયુસેનાના નિવેદન મુજબ, આ હેલિકોપ્ટરને સવારમાં છ વાગ્યે પ્રવાસ કરવાનો હતો અને તેના થોડા સમય બાદ જ તે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ