Team Chabuk-National Desk: કલકત્તાની પોલીસે એક નકલી IAS ઓફિસરની ધરપકડ કરી છે. આ વ્યક્તિએ કલકત્તા કોર્પોરેશનના જોઈન્ટ કમિશ્નર બનીને કોરોના વેક્સિન કાર્યક્રમ જ ચલાવી દીધો. તેણે નકલી આઈડી અને ડોક્યુમેન્ટ પણ બનાવીને રાખ્યા હતા. એટલું જ નહીં નકલી આઈએસના ચક્કરમાં ફિલ્મ અભિનેત્રી અને ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તી પણ ફસાઈ ગઈ.
આ વ્યક્તિનું નામ દેબાંજન દેવ છે તેણે નકલી આઈએએસ અધિકારી બનીને ઠગી કરી છે. તેણે કલકત્તા કોર્પોરેશનના નામથી શહેરની યુકો બેંક બિલ્ડીંગ, રાજદાંગા મેઈન રોડ વોર્ડ નંમ્બર 107માં વેક્સિનેશનના કાર્યક્રમનું આયોજન કરી દીધું. કાર્યક્રમનું એટલી નરમાશથી આયોજન કર્યું કે ટીએમસી સાંસદ મિમી ચક્રવર્તી પણ આટીમાં આવી ગઈ. કલકત્તામાં થયેલા આ વેક્સિનેશન અભિયાનને પ્રોત્સાહન આપવા માટે મિમી ચક્રવર્તી ત્યાં પહોંચી હતી. તેમણે ખૂદ તો વેક્સિનનો ડોઝ લીધો હતો પણ નકલી આઈએએસ અધિકારીની દેખરેખ હેઠળ અન્ય 250 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો.
કાર્યક્રમ તો બરાબર ચાલી રહ્યો હતો પણ વેક્સિનેશનની પ્રક્રિયામાં આધાર કાર્ડની જરૂર નથી આવું સામે આવતા લોકોને શંકા ગઈ હતી. આ સિવાય વેક્સિન લગાવનારાઓને ન તો એસએમએસ આવી રહ્યો હતો ન તો તેમને તેમના વેક્સિનેશનનું સ્ટેટસ ખબર પડી રહી હતી. આ સિવાય તંત્રને આ વેક્સિનેશન અભિયાનની કાનોકાન ખબર ન પડવી તે પણ મોટું કારણ હતું. સામાન્ય રીતે આવો કોઈ કાર્યક્રમ થાય છે તો ત્યાં લોકલ પોલીસ અને વિસ્તારના બ્યૂરો ચેરમેન અથવા તો કાઉન્સિલરને ખબર દેવામાં આવે છે. જોકે વેક્સિનેશનના કાર્યક્રમની જાણકારી આમાંથી કોઈની પાસે નહોતી.
જેથી ચેરમેન સુભાષ ઘોષને આ અંગે શંકા ગઈ. તેમણે આ અંગે કલકત્તા મ્યુનિસીપલ કોર્પોરેશનના સ્પેશિયલ કમિશ્નરની સાથે વાર્તાલાપ કર્યો. ખબર મળી કે આ વિસ્તારમાં KMCનો આવો કોઈ કાર્યક્રમ ચાલી નથી રહ્યો. જે પછી સ્થાનિક પોલીસને આ અંગેની જાણકારી આપવામાં આવી.
22 જૂનના રોજ સાંજના છ વાગ્યે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આયોજકોને પૂછતાછ કરવામાં આવી. અહીં ઉપસ્થિત દેબાંજને ખૂદનો પરિચય કલેક્ટર તરીકે આપ્યો. તેણે પોતાનું ઓળખકાર્ડ પણ બતાવ્યું. પોલીસ દેબાંજનની ધરપકડ કરી પોલીસ સ્ટેશને લાવી ત્યાં કડક પૂછતાછ કરતા તે ભાંગી પડ્યો હતો અને સત્ય હકીકત જણાવી દીધી હતી. તેની પાસેથી ઘણા નકલી ડોક્યુમેન્ટ પણ મળ્યા હતા. ખોટું ઓળખકાર્ડ, સરકારી સિક્કાઓ, વેક્સિનેશન પ્રક્રિયાથી જોડાયેલા કાગળ, પોલીસે તેની પાસેથી લીલી બત્તી ધરાવતી કાર પણ જપ્ત કરી હતી. પોલીસે કહ્યું કે, કારની આગળ ઝંડો લગાવેલ હતો એ પણ નકલી હતો.
પોલીસ હજુ પણ કેટલાક સવાલોની શોધખોળમાં લાગેલી છે. મુખ્ય તપાસ એ ચાલી રહી છે કે એવી તે શું મજા આવી કે તેને નકલી કલેક્ટર બનવું પડ્યું અને આટલો મોટો વેક્સિનનો કાર્યક્રમ ચલાવવો પડ્યો. આમાં સમગ્ર સરકારી તંત્રથી કાચુ કપાયું છે કારણ કે એક વ્યક્તિ નકલી આઈએએસ અધિકારી બને છે અને બધાની નાકની નીચેથી 250 લોકો સહિત સાંસદને બોલાવી વેક્સિનેશનનો કાર્યક્રમ ચલાવી દે છે. સૌથી મોટી વાત એ છે કે સાંસદ મિમી ચક્રવર્તી આ કાર્યક્રમ સુધી કેવી રીતે પહોંચી ગઈ? પોલીસે આ વિશે કહ્યું છે કે તે દેબાંજનને કોર્ટમાં રજૂ કરશે અને આગળની તપાસ માટે સવાલ જવાબ કરશે.
તાજેતાજો ઘાણવો
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત