Homeગામનાં ચોરેદુનિયાનો સૌથી ખુશ દેશ નાખુશ બન્યો, યુવાઓની સંખ્યા ઓછી અને વૃદ્ધો વધારે

દુનિયાનો સૌથી ખુશ દેશ નાખુશ બન્યો, યુવાઓની સંખ્યા ઓછી અને વૃદ્ધો વધારે

Team Chabuk-International Desk: ફિનલેન્ડ એક એવો દેશ છે જ્યાં સૌ કોઈ ખુશ છે. જોકે દુનિયાનો સૌથી આનંદિત દેશ પણ પોતાની જનતાની મોટાભાગની સંખ્યા વૃદ્ધ થઈ રહી છે તેની ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. જેના પરિણામે દેશમાં માનવશ્રમનું સંકટ પેદા થયું છે. લોકો અહીં કામે નથી જઈ રહ્યા. આવી સ્થિતિમાં ફિનલેન્ડ અન્ય દેશના લોકો પાસેથી ઈચ્છી રહ્યું છે કે તેઓ અહીં આવે અને વસવાટ કરે.

ટેલેન્ટેડ સોલ્યુશન્સ નામની ભરતી એજન્સીના સાકુ તિહવેરેને એક ન્યૂઝ એજન્સીને નિવેદન આપતા કહ્યું કે, હવે વ્યાપક પ્રમાણમાં એવો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે કે આપણને દેશમાં વસતિની ખૂબ જ જરૂર છે. આપણે વૃદ્ધોની જગ્યાએ યુવાઓને લેવાની તાતી આવશ્યકતા છે. આપણે કામ કરી શકે તેવા લોકો જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રસંઘના રિપોર્ટ પ્રમાણે, 100 કામકાજી ઉંમરની વસતિ પર 39.2 ટકા 65 વર્ષ કે તેનાથી વધારે ઉંમર ધરાવે છે. વૃદ્ધોની વસતિમાં જાપાન બાદ ફિનલેન્ડ બીજા નંબર પર આવે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2030 સુધીમાં વૃદ્ધત્વ નિર્ભરતા દર 47.5 ટકા વધી જશે. આ માટે અપ્રવાસીઓની 20 હજારથી 30 હજારની સંખ્યા વધારવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે દુનિયાનો સૌથી ખુશ દેશ ફિનલેન્ડ પોતાનું જીવન સ્તર, પોતાની સુવિધાઓ અને પ્રણાલીઓનાં સર્વોત્તમ માનક માટે જાણવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2021માં ફિનલેન્ડ દેશ ટોચ પર છે. ખુશ દેશની શ્રેણીમાં તેને સતત ચોથી વખત પ્રથમ સ્થાન સાંપડ્યું છે. ફિનલેન્ડ એકેડેમીના શોધકર્તા ચાર્લ્સ મેથ્યૂઝે કહ્યું કે, વેપાર અને સરકારની નિષ્ક્રિયતાના અસંખ્ય વર્ષો બાદ ફિનલેન્ડ આજે મુશ્કિલ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યું છે. વસતિ વૃદ્ધ થતી જઈ રહી છે અને તેના બદલામાં યુવાઓની ખાસ જરૂર છે.

ફિનલેન્ડ એકેડેમીના શોધકર્તા ચાર્લ્સ મેથ્યુઝે કહ્યું કે, વેપાર અને સરકારની નિષ્ક્રિયતાના અસંખ્ય વર્ષો બાદ ફિનલેન્ડ આજે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. વસતિ ઘરડી થઈ રહી છે અને તેની જગ્યાએ મજબૂત કામ કરી શકે તેવા લોકોની જરૂર છે.

અપ્રવાસીઓએ ફિનલેન્ડ ન આવવા પાછળ સત્તા અને સામાજીક સમસ્યાઓ બતાવી છે. ઉદાહરણ તરીકે એકલા વ્યક્તિને નોકરી મેળવવી અને ત્યાં વસવાટ કરવો એ સરળ છે. જોકે પતિ અથવા તો પત્નીને નોકરી મેળવવી હોય તો માથુ પાકી જાય છે. અપ્રવાસી વિરોધી ભાવનાના કારણે પણ લોકો ત્યાં વસવાટ કરવા નથી માગતા.

ફિનલેન્ડ યુરોપીય સંઘનો સભ્ય દેશ પણ છે. 1917 સુધી રશિયન શાસનના અધીન હતો. જોકે રશિયામાં 1917માં આવેલ ક્રાંતિ બાદ ફિનલેન્ડે ખૂદને સ્વતંત્ર દેશ ઘોષિત કરી દીધો. 1906માં મહિલા અને પુરુષ બંનેને મતદાનમાં ભાગ લેવા અને ચૂંટણી લડવાનો અધિકાર આપવામાં આવ્યો. ફિનલેન્ડ લૈંગિક સમાનતાને અપનાવાવાળો દુનિયાનો પ્રથમ દેશ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments