Team Chabuk-National Desk: મહામારીના કેટલાય રંગ રૂપ હોય છે તેની જાણકારી ભારતીયોને નીકટથી થઈ ચૂકી છે. ગંગા નદીમાં તરીને કિનારે આવેલા મૃતદેહો વિષે તો સમગ્ર ભારત જાણે જ છે પણ હવે એક એવો મૃતદેહ ચર્ચામાં છે જેને તેના જ પરિવારજનો નદીમાં પધરાવી રહ્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો છે બલરામપુરનો, જ્યાં કોરોના સંક્રમિત વ્યક્તિના મૃતદેહને ઘરે લઈ જઈ રહેલા પરિવારજનો તુલસીપુર હાઈવે પર આવેલ રાપ્તી નદીનાં સિસઈ ઘાટમાં શનિવારે બપોરના રોજ વરસાદ દરમિયાન નદીમાં ફેંકી દીધો. આ વીડિયો વાઈરલ થયા બાદ સ્થાનિક પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. ઠેર ઠેર આ ઘટનાની નિંદા થઈ રહી છે.
વીડિયો વાઈરલ થયા બાદ આ સમગ્ર તપાસ સીએમઓને સોંપવામાં આવી છે. સીએમઓ ડૉક્ટર વી.બી.સિંહે જણાવ્યું છે કે તપાસ બાદ એ વાતની ખબર મળી છે કે શોહતરગઢ જનપદ સિદ્ધાર્થ નગર નિવાસી પ્રેમનાથ મિશ્રાને ગત્ત 25 મેના રોજ શ્વાસ લેવામાં તકલીફ પહોંચી રહી હતી. તેમના ભત્રીજા સંજય કુમારે પ્રેમનાથને સારવાર માટે સંયુક્ત ચિકિત્સાલયમાં ભરતી કર્યો હતો. ઈલાજ દરમિયાન 28 મેના રોજ પ્રેમનાથનું મૃત્યુ થઈ ગયું હતું. 29 મેની બપોરે પ્રેમનાથનો મૃતદેહ તેના ભત્રીજાએ કોરોના પ્રોટોકોલની રીતે મેળવ્યો હતો.
મૃતદેહને ઘરે લઈ જતાં સમયે સંજય કુમાર અને તેમના મિત્રોએ વરસાદની વચ્ચે મૃતદેહને રાપ્તી નદીમાં ફેંકી દીધો અને ફરાર થઈ ગયા હતા. મૃતદેહને ફેંકતા સમયે કારમાંથી પસાર થતાં કેટલાક લોકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કરી લીધો હતો. આ વીડિયો માનવીય સંવેદનાઓ પૂર્ણ થઈ ચૂકી છે તેની સાબિતી આપતો છે.
કોતવાલીના પોલીસ સ્ટેશનમાં સંજય કુમાર તથા એક અજ્ઞાત વ્યક્તિની વિરૂદ્ધ મહામારી અધિનિયમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ સ્ટેશનના વડા વિદ્યાસાગર વર્માએ જણાવ્યું કે, આરોપીઓની શોધખોળ ચાલુ છે.
કોરોનાકાળના સમયે મે મહિનામાં મોટી સંખ્યામાં મૃતદેહો પ્રદેશના જિલ્લાઓમાંથી વહેતી ગંગા નદીમાં તરતા દેખાયા હતા. જેને લઈને યુપીની સરકાર ઘેરામાં આવી ગઈ હતી. ત્યારે લોકો એવું માની રહ્યાં હતાં કે સ્મશાન ઓછા હોવાના કારણે લોકો પોતાના પરિવારજનોના દાહ સંસ્કાર પણ ઠીકથી નથી કરી શકતા. જોકે રાપ્તી નદીમાં મૃતદેહને ફેંકવામાં આવ્યા બાદ લોકોની શંકાની સોઈ હવે બીજી તરફ તણાઈ રહી છે. શું ગંગા નદીમાં તરી રહેલા મૃતદેહો લોકોએ પોતે ફેંકેલા હતા?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત