Homeગામનાં ચોરે‘ખેડૂત વિરોધી કાયદાઓ પરત લેવામાં નહીં આવે તો આત્મહત્યા કરી લઈશ’

‘ખેડૂત વિરોધી કાયદાઓ પરત લેવામાં નહીં આવે તો આત્મહત્યા કરી લઈશ’

ગોવાબાપાઃ હે ચાબુક 26 જાન્યુઆરીએ દિલ્હીમાં મચેલા ઉત્પાત બાદ ખેડૂત આંદોલનમાં અંદરો અંદર વિવાદો શરૂ થયા છે. ગઈકાલે તો ચાબુક બે ખેડૂત સંગઠનોએ આંદોલન પૂર્ણ પણ કરી નાખ્યું. આજે ભારતીય કિસાન યૂનિયન (લોકશક્તિ)એ પણ આંદોલન સમેટી લીધું છે. જો કે ટિકેત હજું પણ ટકેલા છે.

ગાજીપુર બોર્ડર પર ખેડૂત નેતા રાકેશ ટિકેત અને અને તંત્ર વચ્ચે આજે વાર્તાલાપ થયો હતો. સૌને લાગતું હતું કે રાકેશ ટિકેત તંત્ર સામે ઘૂંટણીયે પડી જશે અને આંદોલનમાંથી હટી જવાનો નિર્ણય લઈ લેશે, પરંતુ ચાબુક રાકેશ ટિકેત તો વધુ આક્રમક મૂડમાં જોવા મળ્યા. રાકેશ ટિકેતે તો કહી દીધું કે, ‘આંદોલન ચાલુ જ રહેશે.’ મીડિયા સામે વાતચીત દરમિયાન રડતાં રડતાં ટિકેતે કહ્યું કે, ‘જો ત્રણેય કૃષિ કાયદા પરત લેવામાં નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ.’ તેમણે કહ્યું કે, ‘હું ખેડૂતોને બરબાદ થવા નહીં દઉં. ખેડૂતોને મારવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. અત્યાચાર થઈ રહ્યો છે. અને જો મને કંઈ પણ થયું તો તેની જવાબદારી તંત્રની રહેશે.’

રાકેશ ટિકેતે આરોપ લગાવ્યો છે કે ભાજપના ધારાસભ્ય પોલીસ સાથે અહીંયા આવ્યા હતા. પરંતુ તેઓની ગુંડાગીરી અહીંયા નહીં ચાલે. રાકેશ ટિકેતે એમ પણ કહ્યું કે, ‘26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર જે ઘટના ઘટી તે માટે જે જવાબદાર છે તેમની કોલ ડિટેઈલ કઢાવવામાં આવે. લાલ કિલ્લા પર કોણ હતું તેની તપાસ સુપ્રીમ કોર્ટના જજ કરે.’ આટલું જ નહિ એમણે તો ભાજપ સામે દીપ સિદ્ધુને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા.

રાકેશ ટિકેત આંદોલન સ્થળ પર અનશન પર બેસી ગયા છે અને કહ્યું છે કે, ગામમાંથી પાણી આવશે ત્યારે જ પાણી ગ્રહણ કરીશ.

ફર્જી કિસાન બોર્ડર ખાલી કરો

ચાબુક છેલ્લા બે મહિનાથી રસ્તા પર આંદોલન કરી રહેલા ખેડૂતો સામે હવે સ્થાનિક લોકોમાં પણ ગુસ્સો જોવા મળ્યો છે. ગાજીપુર બોર્ડર પર આજે ખેડૂતોના આંદોલનના વિરોધમાં સ્થાનિક લોકોએ હાથમાં બેનરો લઈને ‘ફર્જી કિસાન બોર્ડર ખાલી કરો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.

ચાબુક આ તરફ ગાજીપુર બોર્ડર પર બે મહિનાથી નાખેલા તંબુ નીકળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે ગાજીપુર બોર્ડર પર તંત્રએ વીજળી અને પાણીની સપ્લાય બંધ કરી દીધી છે. તેથી અહીં રહીને શું કરવું?

તો ચાબુક આ તરફ સિંઘુ બોર્ડર પર પણ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને સિંઘુ તરફ જઈ રહેલા માર્ગોને બ્લોક કરી દેવાયા છે.

આ બધું જોતા મને તો ચાબુક લાગી રહ્યું છે કે હવે તંત્ર ખેડૂતોનું આંદોલન પૂર્ણ કરવાની કોશિશ કરી રહ્યું છે. જોઈએ આગળ શું થાય છે.

હિંસા મામલે તપાસ

પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા સહિત અન્ય સ્થળોએ થયેલી હિંસા મામલે દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે તેવું જાણવા મળ્યું છે ચાબુક. તો બીજી તરફ દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી થઈ છે, જેમાં હિંસા રોકવામાં નિષ્ફળ રહેલી પોલીસ સામે પણ કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

ભાજપની ટિકિટ જોઈતી હોય તો આ હોવું જોઈએ

ચાબુક આજે સવારે હું જગમાલની દુકાને છાપુ વાંચતો હતો. એમાં મને એક મજાના સમાચાર દેખાયા.

‘એવા તે કેવા સમાચાર હતા ગોવાબાપા.’

ચાબુક પહેલાં તું મારા એક પ્રશ્નનો જવાબ આપ પછી સમાચાર કઉં તને.

‘પુછો સવાલ મને તો આવડે જ જવાબ હું કોણ.. ચાબુક ગોવા બાપા ચાબુક…’

તો હાલ્ય આપ જવાબ.. ભાજપમાંથી ચૂંટણી લડવી હોય તો શું લાયકાત જોઈએ ?.

‘લે ગોવાબાપા એમાં શું, ભાજપમાંથી ચૂંટણી લડવી હોય તો તમારા વિસ્તારમાં તમારી જનતા પર સારી પકડ હોવી જોઈએ. સ્વચ્છ છબી હોવી જોઈએ, જનતાના કામ કરતાં હોવા જોઈએ, સારી લીડથી જીતવાની ક્ષમતા હોવી જોઈએ. પક્ષને વફાદાર હોવા જોઈએ. અગાઉ ચૂંટણી લડ્યા હોય તો હાર્યા ન હોવા જોઈએ, આવું બધું તમારી પાસે હોય એટલે ટિકિટ મળી જાય ગોવાબાપા.’

આમ તો તારા જવાબો સાચા છે ચાબુક પણ સમાચારમાં જે મેં વાચ્યું એનાથી હું હક્કો બક્કો રહી ગયો બોલ. સમાચારમાં લખ્યું હતું કે ભાજપે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો પાસે ફોર્મ ભરાવ્યા છે જેમાં રાજકીય કેરિયર ઉપરાંતની કેટલીક વિગતો માંગવામાં આવી છે. ફોર્મમાં દાવેદારો પાસે લખાવવામાં આવ્યું છે કે, તમે રામ જન્મભૂમિ નિધિ માટે કેટલો ફાળો આપ્યો અને કેટલો ફાળો એકત્ર કરાવ્યો ? આ ઉપરાંત સોશિયલ મીડિયામાં તમારા કેટલા ફોલોઅર્સ છે એની પણ વિગતો ભરાવવામાં આવી બોલ ચાબુક..

‘આ તો ભાજપવાળા નવું જ લાવ્યા હો ગોવાબાપા..’

એકદમ નવું ચાબુક.. ફોર્મમાં આવી વિગતો વાંચીને ફોર્મ ભરનાર કાર્યકરો અને નેતાઓ પણ અચરજ પામ્યા બોલ.

સારું હાલ્ય ચાબુક આજે આટલું બસ..

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments