Team Chabuk-National Desk : દિલ્હીના કરિયપ્પા મેદાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી NCCના કાર્યક્ર્મમાં હાજર રહ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ દરમિયાન NCCના કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું.
NCCના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં અલગ-અલગ રાજ્યના NCC કેડેટ્સની પરેડ પ્રધાનમંત્રીએ નિહાળી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ કેડેટ્સનું સન્માન પણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીએ NCCના કેડેટ્સને સંબોધતા કહ્યું કે, જે દેશમાં, સમાજમાં શિસ્ત હોય છે તે દેશ વિજય મેળવે છે. યુવાનો અને તેની આસપાસના લોકોએ શિસ્ત શીખવી જોઈએ.
પ્રધાનમંત્રીએ કેડેટ્સને સંબોધતા કહ્યું કે, બંધારણમાં જે નાગરિક ફરજોની વાત કરવામાં આવી છે. તેને નિભાવવી તમામ લોકોની ફરજ છે. પીએમએ કહ્યું કે, ગયા વર્ષે જ ભારતે દર્શાવી દીધુ કે, વાયરસ છે કે સરહદ વિવાદ આપણે દરેક પડકારોનો સામનો કરવા તૈયાર છીએ.
પીએમએ કહ્યું કે, દેશમાં જ્યાં પણ કોઈ મહત્વપૂર્ણ કાર્ય થાય છે ત્યાં NCC કેડેટસ હંમેશા પહોંચે છે. દેશની દીકરીઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે બહાદુર દીકરીઓ પણ દરેક મોરચે શત્રુનો સામનો કરવા કટિબદ્ધ છે. તમારા શૌર્યની દેશને જરૂર છે. હવે નવી ઉંચાઈઓ તમારી રાહ જોઈ રહી છે. હું તમારામાં ભાવિ અધિકારીઓને જોઈ રહ્યો છું.
પ્રધાનમંત્રીએ શું કહ્યું ?
- ભારતને ફ્રાન્સ તરફથી વધુ 3 રાફેલ મળ્યા છે. તેમાં આકાશમાં રિફ્યૂલિંગ કરવાની ક્ષમતા છે. આ UAE અને સાઉદી અરબની મદદથી શક્ય બન્યું છે. આ મધ્ય પૂર્વના દેશો સાથે ભારતની મજબૂત મિત્રતાનું ઉદાહરણ છે.
- આ વર્ષ કેડેટ તરીકે, એક ભારતીય નાગરિક તરીકે નવા સંકલ્પ લેવાનું વર્ષ છે. દેશ માટે સંકલ્પ લેવાનું વર્ષ છે, રાષ્ટ્ર માટે નવા સપના લઈને ચાલવાનું વર્ષ છે.
- 1971ના યુદ્ધમાં આપણા સૈનિકોએ લોંગેવાલામાં એક વ્યૂહાત્મક અને નિર્ણાયક લડાઈ જીતી હતી. પાકિસ્તાન સામેના તે યુદ્ધમાં ભારતે સરહદ પર દુશ્મનને પરાજિત કરી દીધો હતો. પાકિસ્તાનના અસંખ્ય સૈનિકોએ ભારત સામે શરણાગતિ સ્વીકારી લીધી હતી. આ વર્ષે આપણે યુદ્ધના 50 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ.
- NCCની મહિલા કેડેટ્સમાં 35 ટકાનો વધારો થયો છે. આપણી સંરક્ષણ દળમાં દરેક મોરચો મહિલાઓ માટે ખોલવામાં આવી રહ્યો છે. ભારતની બહાદુર દીકરીઓ દરેક મોરચે શત્રુનો સામનો કરવા કટિબદ્ધ છે.
- સરકારે ફાયરિંગ સિમ્યુલેટરની સંખ્યા એકથી વધારીને 98 કરી દીધી છે. માઇક્રો લાઇટ ફ્લાઇટ સિમ્યુલેટરની સંખ્યા પણ 5 થી 48 અને રોઇંગ સિમ્યુલેટરની સંખ્યા 11થી 60 કરવામાં આવી છે. આ આધુનિક સિમ્યુલેટર NCCની તાલીમના ગુણધર્મોને સુધારશે.
- સરકારે NCCની ભૂમિકાને વિસ્તૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આપણી સરહદો, ભૂમિ અને સમુદ્રને જોડવામાં NCCની ભાગીદારીમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
- કોરોનાના સમગ્ર સમયગાળામાં દેશભરમાં જે રીતે લાખો કેડેટ્સે સમાજ સાથે મળીને કામ કર્યું છે તે વખાણવા લાયક છે.
- પૂરથી લઈને અન્ય કોઈપણ કુદરતી આફતોમાં NCC કેડેટસે ભારતના લોકોની મદદ કરી છે. કોવિડ -19 દરમિયાન લાખો કેડેટ્સે વહીવટને સમાજની સેવા કરવા માટે તંત્રની મદદ કરી હતી.
NCC વિશે જાણો
NCC એટલે કે નેશનલ કેટેડ કોર્પ્સ. એકતા અને અનુશાસનના સૂત્ર સાથે 16 એપ્રિલ 1948માં NCCની રચના થઈ હતી. આજે લગભગ દેશના મોટા ભાગના રાજ્યોમાં નક્કી કરાયેલી સ્કૂલો અને કોલેજમાં NCC છે. NCCમાં જોડાનારા વિદ્યાર્થીઓને એકતા અને અનુશાસનના પાઠ ભણાવાય છે. સાથે જ તેમનું શરીર મજબૂત બને એટલા માટે સેના જેવી ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. NCCનું વડું મથક દિલ્હીમાં છે. NCCનો સીધો સંબંધ જલ, થલ અને વાયુસેના સાથે છે.
NCCમાં સામેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને આકરી ટ્રેનિંગ આપવામાં આવે છે. જેથી તેઓ આવનારા સમયમાં સેનામાં સામેલ થાય. NCCનું મુખ્ય લક્ષ્ય યુવાનોને દેશભક્તિની ભાવનાને વેગ આપવાનો છે.
NCCમાં સામેલ થનારા વિદ્યાર્થીઓને સર્ટીફિટેટ આપવામાં આવે છે જેથી તેઓ પોતાની ગુણવત્તા દર્શાવી શકે છે.
જે કેટેડ્સ NCC કરતો હોય તે સમયગાળામાં તેને અલગ-અલગ કેમ્પ કરવાનો મોકો પણ મળે છે. જેમાં રાષ્ટ્રીય કેમ્પ પણ સામેલ છે. કેમ્પ દરમિયાન કેડેટ્સને શૂટિંગ, રોક ક્લાઈમિંગ વગેરે જેવા સાહસો કરવાની ભરપૂર તક પણ મળે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત