Homeગામનાં ચોરેખેડૂતો 26મી જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર પરેડ કરશે

ખેડૂતો 26મી જાન્યુઆરીએ દિલ્હી આઉટર રિંગ રોડ પર પરેડ કરશે

ગોવાબાપા : તો ચાબુક આજે ખેડૂત આંદોલનનો 53મો દિવસ છે. દિલ્હીની બોર્ડર પર અસંખ્ય ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂતો સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠન કરવામાં આવેલી કમિટિથી બિલકુલ ખુશ નથી. શનિવારે સંગઠને સુપ્રીમ કોર્ટને નવી કમિટિનું ગઠન કરવાની માગ કરી છે. સાથે જ એમ પણ કીધું છે કે 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ કાઢીશું. જોકે દિલ્હીની પોલીસ સુરક્ષાનો સવાલ આગળ કરી તેમને પરવાનગી નથી આપતી.

સાથે જ ચાબુક ખેડૂત સંગઠનોને જે NIAનું સમન્સ પાઠવવામાં આવ્યું છે તેની આકરા શબ્દોમાં નિંદા કરી રહ્યા છે. ખેડૂત સંગઠનો તો એમ કહે છે કે, આ સરકાર અત્યાચાર કરી રહી છે. ત્રણે કૃષિ કાયદાઓ વિરૂદ્ધ 26 જાન્યુઆરીએ અમે દિલ્હીની અંદર પરેડ કરીશું.

NIAના મુદ્દાને જ લઈને રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સરકાર ખેડૂતો વિરૂદ્ધ NIAનો ઉપયોગ કરી રહી છે. સુરજેવાલાએ કીધું છે કે NIA સરકારના હાથની કઠપુતળી બની ગઈ છે. NIA, ED, IT ને તો ભાજપે પોતાનું મુખોટા સંગઠન બનાવી દીધું છે.

અલ્ટ ન્યૂઝ

પ્રતિક સિંહાની અલ્ટ ન્યૂઝ ચર્ચામાં છે ચાબુક. વાત કંઈક એવી છે કે અર્ણબ ગોસ્વામીના વોટ્સએપ ચેટના સ્ક્રિનશોટ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જ્યાં તેને લોકોએ ચકરડી ઘુમાવવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. હવે પ્રતીક સિંહાએ એમાંથી એક વાત પકડી લીધી છે જેની કોંગ્રેસના નેતાઓ પણ ટીકા કરી રહ્યા છે.

નેતાઓ એ સ્ક્રિનશોટ અંગે પ્રતિક્રિયા આપતા કહે છે કે બાલાકોટમાં જે એરસ્ટ્રાઈક થઈ હતી તેના અંગે અર્ણબને પહેલાથી જ જાણ હતી. પ્રશાંતભાઈ ભૂષણ પણ કહે છે કે, પુલવામા હુમલામાં જે 40 જવાનો શહીદ થયા તેનો અર્ણબ જશ્ન મનાવતો હતો. હવે ટ્વીટર પર નેતાઓએ શું શું કહ્યું એ વિશે જોઈ લઈએ.

500 જણા એય આ ટાઈમે ?

‘હે ચાબુક જગતમાં ન થવાનું થઈ ર્યું છે ભલામાણાહ.’

‘શું થઈ ર્યું છે ?’

અમે કરીએ ઈ સાચું તમે કરો ઈ સાચું નહીં. નિયમો બેય કોર્ય લાગવા જોઈએને. પીવીસીના પાઈપની જેમ મજબૂત હોવા જોઈએ. પણ ના, સામાન્ય માણસને સંધુય લાગે વળગે. એણે ગાડીની અંદર બેહીનેય માસ્ક પેરવાનું. એ ન પેરે તો ડંડ થાય. નવરાત્રી ઉપર ગરબા નહીં રમવાનાં. પણ અમારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણી પ્રચાર કરવાનો જ. ભીડ ભેગી કરવાની અને ઈ ગોકીરામાં કોઈક બોલેય ખરો કે, ‘ન રમો તો તમારી સાસુના સમ….’

મૂળ મુદ્દો એમ છે કે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ હતો. ભીડ ભેગી થાય એમાં કંઈ નવાઈ નહીં. પાંનસો જણા હોય તો ભીડ જ થાય બીજું તો શું થાય? આજે રાજકોટ કાલાવાડ રોડ પર આવેલ સેફ્રોન પાર્ટીમાં ભાજપનો સંવાદ કાર્યક્રમ હતો. એમાં સોશિયલ ડિસ્ટન્સ નહોતું. કાર્યક્રમમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશ રાદડિયા અને કુંવરજી બાવળિયા હાજર હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એટલે જીત મેળવવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. હવે તને તો ખબર જ છે ચાબુક કે જ્યારે વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી હતી તેમાં ઘણા લોકો હાજર હતા. ભાજપના જ ઘણા નેતાઓ કોરોનાગ્રસ્ત થયા હતા. એમના નામ તને કઉં તો સ્ટેજ પર ઉપસ્થિત જયેશભાઈ રાદડિયા, રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, અરવિંદભાઈ રૈયાણી અને રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ જેમનું તો બાદમાં નિધન પણ થયું. જે હોય એ ચાબુક આપણે તો પાલન કરવાનું જ છે ને.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments