ગોવાબાપા : હવે કાલ જ આપણે વાત થઈ હતી ચાબુક કે ખેડૂતોના આંદોલનને અગિયાર પાર્ટીઓએ સમર્થન જાહેર કર્યું છે. જેના કારણે આવતીકાલે દેશમાં ભારત બંધની શું સ્થિતિ હશે તે જાણવા મળી જશે. ભારત બંધના એલાનને દસ ટ્રેડ યુનિયનોએ પણ સમર્થન આપ્યું છે. તું તો ગઈકાલે કહેતો જ હતો કે ભાજપ સિવાયની તમામ મોટી પાર્ટીઓ એમ જ કહી નાખોને. હવે કેન્દ્ર સરકારના જ મંત્રી રવિશંકર પ્રસાદ આ વિશે શું કહે છે એ પણ વાંચી લે. આજ તો આખા દિવસમાં સરકાર તરફથી એમનો જ મુદ્દો સમાચારમાં રહ્યો.
રવિશંકર પ્રસાદ
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, ખેડૂત આંદોલનમાં બિન વિપક્ષી દળો પણ કૂદી પડ્યા છે. સતત ચૂંટણી હારી રહ્યા છે એટલે સરકારનો વિરોધ કરી રહ્યા છે. પોતાના ભૂતકાળને ભૂલવાની સાથે પોતાના વચનોને પણ ભૂલી જાય છે. આટલું કહી તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસે 2014ના મેનિફેસ્ટોમાં APMC એક્ટને સમાપ્ત કરશે તેઓ ઉલ્લેખ હતો. હું કાયદા મંત્રી તરીકે કહી રહ્યો છું કે ના તો ખેડૂતોની જમીનને બાનમાં લેવામાં આવશે અને ના તો લીઝ પર લેવામાં આવશે. અમે ખેડૂતોને ડિજિટલ માર્કેટ આપ્યું છે. જેમાં એક લાખ કરોડનો વેપાર થાય છે. ખેડૂતોને ભ્રમિત કરવાની કોશિષ થઇ રહી છે.
રાહુલ ગાંધીની 2013વાળી એક જૂની વાતને સામે લાવતા એમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા કે, રાહુલ ગાંધીએ 2013 માં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે ખેડૂત મંડીઓને મુક્ત કરી દેવી જોઈએ.
નીચેની લીન્ક પર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવ.
https://chat.whatsapp.com/HY3J67V9bjG35HY4GLwm7o
રાકેશ ટિકેત
ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકેત છે. એમણે ચાબુક કહ્યું છે કે, ભારત બંધનું એલાન અગિયારથી ત્રણ વાગ્યા સુધીનું રહેશે. જોકે હવે જોવાનું એ છે કે અગિયારથી ત્રણ વાગ્યા સુધી ભારત બંધ રહે છે કે નહીં ? તમામ રાજ્યો તેમાં જંપ લાવે છે કે નહીં? કાલ જ તને સંધીય ચેનલમાં જોવા મળી જ જાશે કે ભારત બંધ આંદોલન કેટલી હદે સફળ રહ્યું.
કેજરીવાલે શું કહ્યું ?
દિલ્હીમાં તો કેજરીવાલની જ સરકાર છે. એમણે તો ખૂલીને સમર્થન જાહેર કરી દીધું છે. આજે અરવિંદ કેજરીવાલ સિંધુ બોર્ડર પર પહોંચ્યા હતા અને તમામ ખેડૂત આગેવાનો સાથે મુલાકાત કરી હતી. મુલાકાત લઈને એમણે કહ્યું કે, અમે ખેડૂતોની તમામ માગોનું સમર્થન કરીએ છીએ. આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સરકાર પર ટીકાઓનો ધોધમાર વરસાદ કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર ખેડૂતો માટે જેલ બનાવવા માગતી હતી. એ સમયે મારા પર દબાણ કરવામાં આવ્યું હતું. ખેડૂતોને દિલ્લી સુધી આવવા દેવા અને બાદમાં સ્ટેડિયમમાં બેસાડી દેવાનો પ્લાન હતો.
નીચેની લીન્ક પર ક્લિક કરો અને અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાવ
કોંગ્રેસ પણ વિરોધમાં સામેલ
કાલ જ કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોના ભારતબંધ એલાનનું સમર્થન કર્યું હતું. એવામાં કોંગ્રેસ હાઈવે બંધ કરવાનું પણ આયોજન કરી રહી છે. ગુજરાત કોંગ્રેસ ચિલોડા અને મહેસાણાનો હાઈવે બંધ કરી વિરોધ નોંધાવશે. જેથી ગુજરાતમાં આવતીકાલે કોઈ દિવસ ઘરની બહાર નહીં નીકળતા હોય, એ પણ જોવા નીકળશે કે હાઈવે બંધ થાય ત્યારે શું શું થાય ?!! ખાલી ચિલોડા અને મહેસાણા પૂરતી વાત નથી ચાબુક, જિલ્લાભરમાં કોંગ્રેસ વિરોધ નોંધાવવાની છે. જેના સમાચાર પણ આવતીકાલે સામે આવી જશે કે કઈ કઈ જગ્યાએ કોંગ્રેસે વિરોધ નોંધવ્યો અને કઈ કઈ જગ્યાએ બંધ હતું.
NCP આવી ગઈ..
ગુજરાતમાં કોંગ્રેસ પછી NCP પાર્ટી આવે છે. એમણે પણ વિરોધ નોંધાવવાનું નક્કી કર્યું છે. ચાલો ગુજરાતમાં NCP પાર્ટી જીવંત છે તેનો એક નમૂનો તો આપણને હાથ લાગ્યો. મુખ્ય મથક તો અમદાવાદ છે. આ સિવાય NCPના કાર્યકર્તાઓ કોઈ જગ્યાએ વિરોધ નોંધાવે છે કે નહીં તે પણ જોવાનું રહેશે.
ઈન્સ્ટાગ્રામ પર તમામ અપડેટ મેળવવા નીચેની લીન્ક પર ફોલો કરો
https://www.instagram.com/thechabuk/
કિસાન સંઘનું શું છે ?
કિસાન સંઘને ચાબુક. RSS સાથે કિસાન સંઘ જોડાયેલું છે એટલે એ તો ભારત બંધમાં જોડાવાનું નથી. એમણે એમ કહી જોડાવાની ના પાડી દીધી છે કે, આંદોલનમાં કેટલાક રાષ્ટ્રદ્રોહી તત્વો સામેલ છે. વિદેશી તાકતો પણ સામેલ છે. આવામાં તેઓ આંદોલનનું સમર્થન નહીં કરે. આ કિસાન સંઘે તો કહ્યું છે કે, તેઓ ત્રણેય કાયદા રદ્દ નહીં પણ સુધારવાના પક્ષમાં છે. હવે આ કંઈ ડુંગળી થોડી છે તે તાત્કાલિક સુધારી નખાઈ.
તમામ અપડેટ માટે ચાબુકના ફેસબુક પેજને લાઈક કરો
https://www.facebook.com/Thechabuk
ગુજરાતમાં APMCની શું સ્થિતિ છે?
ગુજરાતમાં APMC ઉપર જ બધાની નજર હતી પણ કેટલીક જગ્યાએથી એવા સમાચાર સામે આવ્યા છે કે, ગુજરાતની ઘણી ખરી APMC બંધમાં જોડાવાની નથી. બીજી બાજુ સૌરાષ્ટ્રની તો અનેક APMCએ બંધમાં જોડાવાનું કહી દીધું છે. હવે તને તો ખ્યાલ છે ચાબુક કે ગુજરાતમાં મોટા ભાગની એપીએમસીનું સુકાન ભાજપ સમર્થિત બોડીના હાથમાં છે. જેથી તે બંધમાં ન જોડાય. જોકે કેટલીક જગ્યાએ ખેડૂતો સામેથી ન આવીને પરોક્ષ બંધ લગાવે તો નક્કી નહીં, કારણ કે ખેડૂતો જ હાજર ન રહે તો શું કરવાનું ચાબુક ? બાકી હવે ત્યાં સ્થિતિ બંધની છે કે નહીં તેની ખરી ખબર તો કાલ જ પડશે. અત્યારથી થોડું ભાવી ભખાઈ. આપણે થોડા નેસ્ત્રાદમસ છીએ!
પોલીસ પણ એલર્ટ
આવતીકાલે બંધ છે આ માટે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની પણ તકેદારી રાખવાની ગૃહમંત્રાલયની એડવાઈઝરી સામે આવી છે. બીજી બાજુ ગુજરાતમાં પોલીસને પણ સ્ટેન્ડ બાય એલર્ટ રહેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
સમાચાર, રાજકારણ, સાહિત્ય, સિનેમા, પ્રવાસ, રમત-જગત સહિતના વિવિધ વિષયો પર બનતી ઘટનાઓના રસપ્રદ અને હળવીશૈલીમાં લખાયેલા લેખ અને સમાચાર વાંચવા આજે જ THE CHABUK વેબસાઈટના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો.
ફેસબુક પેઈજ️- https://www.facebook.com/Thechabuk
ટ્વિટર એકાઉન્ટ- https://twitter.com/thechabuk
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ- https://www.instagram.com/thechabuk/
ટેલિગ્રામ ચેનલ️- https://t.me/TheChabuk
વોટ્સએપ ગ્રુપ લિંક️- https://chat.whatsapp.com/HY3J67V9bjG35HY4GLwm7o
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત