Homeગામનાં ચોરેપુત્રની ગેમ રમવાની મજા પિતાને મોંઘી પડી, રૂપિયા ભરવા પિતાને કાર વેચવી...

પુત્રની ગેમ રમવાની મજા પિતાને મોંઘી પડી, રૂપિયા ભરવા પિતાને કાર વેચવી પડી

Team Chabuk-International Desk: આજની પેઢીમાં મોબાઈલ અને કમ્પ્યૂટરમાં ગેમ રમવાનું પ્રમાણ વધી રહ્યું છે. જેમ જેમ સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે તેમ તેમ અલગ અલગ ગેમ પણ બજારમાં આવી રહી છે. લોકો મોબાઈલમાં ઓફલાઈન અને ઓનલાઈન ગેમ રમતા થયા છે. ત્યારે એક પિતાને પોતાના પુત્રને મોબાઈલ ફોન આપવો મોંઘો પડી ગયો છે. Apple iPhoneમાં એક ગેમ રમતાં-રમતાં પુત્રએ આશરે સવા લાખ રૂપિયા ઉડાવી દીધા.

હાલના સમયમાં મોબાઈલમાં ગેમ રમવી સામાન્ય બની ગયું છે. લગભગ દરેકના મોબાઈલમાં વિવિધ ગેમ રહેલી હોય છે. પરંતુ જો આવી ગેમ રમવા પાછળ કોઈ લાખો રૂપિયા ઉડાવી દે તો ? આવું જ કંઈક બન્યું છે યુકેમાં રહેતા એક પિતા સાથે. ગેમની અંદર રહેલા ઇન પરચેઝ ઓપ્શનનો ઉપયોગ કરીને પુત્રએ એક લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું.

ડેઈલી મેલના એક અહેવાલનું માનીએ તો યુકેમાં 7 વર્ષનો એક પુત્ર પિતાના આઈફોનમાં Dragons: Rise of Berk નામની ગેમના ફ્રી વર્ઝનમાં રમી રહ્યો હતો. પુત્રએ લગભગ 1800 ડોલર એટલે કે 1.30 લાખ રૂપિયાનું બિલ ગેમ રમતાં-રમતાં બનાવી નાખ્યું. અહેવાલનું માનીએ તો મોબાઈલ ગેમ રમતાં-રમતાં બાળકે ઈન-એપની ખરીદી કરી હતી. પિતાને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેઓને મેઈલ મારફતે 1800 ડોલરના બિલની રિસીપ્ટ મળી.

Dragons: Rise of Berk ગેમમાં ઇન-પરચેઝનું ઓપ્શન 2.60 ડોલરથી લઈને 138 ડોલર સુધીનું હોય છે. જેનો ઉપયોગ આ બાળકે ગેમ રમતી વખતે કર્યો હતો. જેથી Apple iTunesનું અધધધ બિલ પિતાને મળ્યું હતું. બાળકના આ કારનામાના કારણે આવેલું બિલ ભરવા માટે પિતાને પોતાની કાર વેચવી પડી. પિતાએ આ બિલ ભરપાઈ કરવા માટે પોતાની Toyoto Aygo કાર વેચવી પડી. આ અંગે તેમણે Apple સ્ટોર પર ફરિયાદ પણ નોંધાવી હતી. પિતાએ નોંધાવેલી ફરિયાદ બાદ તેઓને 287 ડોલરનું રિફંડ આપવામાં આવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments