Homeગામનાં ચોરેટામેટાંનું નવું બિયારણ, હેક્ટર દીઠ 1400 ક્વિન્ટલનું ઉત્પાદન, એક છોડ પર 50...

ટામેટાંનું નવું બિયારણ, હેક્ટર દીઠ 1400 ક્વિન્ટલનું ઉત્પાદન, એક છોડ પર 50 થી 60 ટામેટાં આવશે

Team Chabuk-National Desk: ખેતી ક્ષેત્રે નીત નવા સંશોધનો થવાના કારણે ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. નવા સંશોધિત બિયારણો તરફ ખેડૂતો વળ્યા છે. સંશોધિત બિયારણો બજારમાં મળતાં થવાથી ખેતી પાકના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કાનપુરની એક વિશ્વ વિદ્યાલય દ્વારા ટામેટાંની એક નવી જાત બજારમાં મૂકવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે જો ટામેટાંની આ નવી જાતનું ખેડૂતો વાવેતર કરશે તો વિપુલ માત્રામાં ઉત્પાદન મેળવી માલામાલ થઈ શકશે.

દાવો કરવામાં આવ્યો છે કે ટામેટાંનું આ નવા બિયારણનું વાવેતર કરવાથી ઉત્પાદન બમણું થઈ જશે. કૃષિ વૈજ્ઞાનિકોએ એક એવા બીજની શોધ કરી છે જે બીજમાંથી છોડ ઓછા સમયમાં વધુ પેદાશ આપે છે. સામાન્ય રીતે જો વાત કરીએ તો ટામેટાંનું ઉત્પાદન 400 થી 600 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થતું હોય છે. પરંતુ ટામેટાંની ખેતી કરતાં ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે, સંશોધિત થયેલા આ નવા બિયારણથી ખેડૂતો વધુ ઉત્પાદન લઈ શકશે.

કાનપુરની ચંદ્રેશેખર આઝાદ કૃષિ અને પોધૌગિકી વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ ટામેટાંની નવી જાત વિકસાવી છે. આ જાતના ટામેટાંના બિયારણનું વાવેતર કરવાથી ઓછા સમયમાં પ્રતિ હેક્ટરે 1200 ક્વિન્ટલ ટામેટાંનું ઉત્પાદન થાય છે. જો ખેડૂતો વધુ સારી માવજત કરે તો આ ઉત્પાદન 1400 ક્વિન્ટર પ્રતિ હેક્ટર સુધી પણ પહોંચી શકે છે.

કાનપુરની ચંદ્રેશેખર આઝાદ કૃષિ અને પોધૌગિકી વિશ્વ વિદ્યાલયના વૈજ્ઞાનિકોએ વિકસાવેલી ટામેટાંની નવી જાતને નામધારી-4266 નામ આપવામાં આવ્યું છે. ટામેટાંની ખેતીમાં ખેડૂતોને પ્રતિ હેક્ટરે 50 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આ ખર્ચથી ખેડૂતો ખેતરમાં પોલી હાઉસમાં નામધારી-4266 નામની જાત વિકસાવી શકે છે. નામધારી-4266 જાતની ખાસિયત એ છે કે, તેમાં બીમારી અને કિટકો લાગતા નથી અને પાક માત્ર 45 દિવસમાં તૈયાર થઈ જાય છે.

રાજ્યના બાગાયત વિભાગના અધિકારીના મતે સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિનામાં ટામેટાંની આ જાતની નર્સરી લગાવવામાં આવે છે અને ડિસેમ્બર થી ફેબ્રુઆરી સુધીમાં પાક તૈયાર થઈ જાય છે. આ પાકનું વાવેતર કરતી વેળાએ માટીમાં નાળિયેરના છોતરાં, પરલાઈટ અને વર્મીકમ્પોસ્ટનું મિશ્રણ નાખવામાં આવે છે. આ જાતના પાકના વાવેતરમાં પણી ટપક સિંચાઈ પદ્ધતિથી આપવાનું હોય છે. નામધારી-4266 જાતના ટામેટાંના છોડ વેલ પ્રકારના હોય છે અને એક છોડ ઉપર 50 થી 60 ટામેટાં આવે છે. એક ટામેટાંનું વજન 100 થી 150 ગ્રામનું હોય છે.

ગુજરાતના કૃષિ વિભાગના બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને આ નવી જાતનુ બિયારણ કેવી રીતે મળી રહે છે તે માટે અમે તપાસ કરી રહ્યા છીએ. કાનપુરની વિશ્વ વિદ્યાલયમાં જઈને આ બિયારણ ચકાસી રાજ્યના ખેડૂતોને નવી જાતના બિયારણ લાવવાની ભલામણ કરીશું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments