Team Chabuk-National Desk: દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર બુધવારના રોજ ખેડૂત પ્રદર્શનકારીઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે હાથાપાઈ થઈ ગઈ હતી. આ ઘર્ષણ બાદ ખેડૂત નેતા રાકેશ ટિકૈત બીજેપી પર ગુસ્સે થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ અહીં પોતાના કોઈ નેતાનું સ્વાગત કરવા માટે આવ્યા હતા. આ કેવી રીતે થઈ શકે? આ મંચ સંયુક્ત મોર્ચાનો છે. જો મંચ પર જવું હોય તો અમારામાં સામેલ થઈ જાવ.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એમ પણ કહ્યું કે, રસ્તામાં મંચ હોવાથી એવું નથી કે કોઈ પણ આવીને મંચ પર સવાર થઈ જાય. જો આવવું જ હોય તો ભાજપ છોડીને આવી જાય. જે કબ્જો કરવાની કોશિશ કરશે તેમને ઉખાડી ને ફેંકી દેવામાં આવશે.
આ અંગે સ્પષ્ટતા કરતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, હા ધમકી આપી રહ્યો છું. મંચ પર કબ્જો જમાવવા નહીં દેવામાં આવે. આ બધું પોલીસની હાજરીમાં થયું છે. સમગ્ર પ્રદેશમાં તેમને ક્યાંય પણ આવવા દેવામાં નહીં આવે. બીજેપી કાર્યકર્તાઓ મંચ પર ઝંડો લગાવી પોતાના નેતાનું સ્વાગત કરે તેવો પ્રયત્ન હતો.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે તેમના લોકોને અનુલક્ષીને કહ્યું કે, અમારા લોકોએ કોઈની ગાડી પર પથ્થર નથી ફેંક્યા. જો કોઈ હવે આવ્યું તો તેની ગાડી નીકળવા દેવામાં નહીં આવે. અહીં લાકડીઓ જેવો સામાન તૈયાર છે. જે પણ ભાજપનો કાર્યકર્તા મંચ પર આગળ વધશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
રાકેશ ટિકૈતે ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે, ભાજપ આ મંચ પર કબ્જો જમાવવા માગે છે. ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાંથી તેઓ આવી રહ્યા છે. પોલીસ પણ તેમનો સાથ આપી રહી છે. આ જો રોજ રોજ થશે તો એમનો ઈલાજ કરી દેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, આ અંગે તેઓ કેસ પણ ફાઈલ કરાવશે.
બુધવારના રોજ ગાઝીપુર બોર્ડરની પાસે ભાજપના કાર્યકર્તાઓ પોતાના નેતાનું સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા. પણ જોત જોતામાં શાંત વાતાવરણમાં ઘર્ષણ થવા લાગ્યું. ખેડૂત આંદોલનકારીઓએ આરોપ લગાવ્યો કે બીજેપીના કાર્યકર્તાઓએ તેમના મંચ પર આવવાનો પ્રયત્ન કર્યો હતો. તો ભાજપ આક્ષેપ લગાવતા કહે છે કે ખેડૂતોએ તેમના પર પથ્થરમારો કર્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત